Posts

ઔરંગાબાદ ડાયરી

Image
🔴 લોકો, એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેનાર લોકોએ અજંટા ઈલોરા ગુફા ન જોઈ હોય એવું બને જ નહીં. કારણ એટલું કે આજથી ચાર પાંચ દાયકા પૂર્વે વિદેશ ફરવા જવાનું ચલણ નહોતું. એ સમયે પ્રવાસ એટલે આબુ દેલવાડાના દહેરાં કે પછી અજંતા ઈલોરા, બહુ ફોરવર્ડ લોકો ઠેઠ કાશ્મીર ફરવા જતાં એમ કહેવાતું. શાળા કે કોલેજની ટ્રીપ પણ આ જ સ્થળો પર જતી. કોઈકવાર દક્ષિણ ભારતના ભવ્ય મંદિર પર પણ પસંદગી ઉતરે . છતાં મોટેભાગે પર્યટનનું સ્થળ ખાસ દૂર ન હોય તે પહેલી પસંદ રહેતું. એટલે મને કોઈ એવી વ્યક્તિ નહોતી મળી જેને આ ગુફાઓ ન જોઈ હોય.  વર્ષો પૂર્વે સ્કૂલમાં ભણતાં હતા ત્યારે અમારી સ્કૂલમાંથી પણ અજંટા ઈલોરાના પ્રવાસનું આયોજન થયું હતું. તે વખતે હતા પ્રાઈમરી સ્કુલમાં. એટલે ઘરમાં પરિષદ ભરાઈ , આટલે દૂર કંઈ ફરવા જવાય ?  અલબત્ત, એમાં  વડીલોનો વાંક નહોતો.  તેમની ચિંતા અસ્થાને નહોતી. ઉંમર ખરેખર નાની હતી અને જો ત્યારે જોઈ પણ હોતે તો ડેલીએ હાથ દઈને આવવા જેવો ઘાટ થયો હોત .  અજંતા ઈલોરા આ બે નામ મનના કોઈ ખૂણે ધરબાયેલાં રહ્યા. મુંબઈ પાસે માત્ર 400 કિલોમીટરના અંતરે છતાં આ ગુફાઓ જોવાની ઈચ્છાને પ્રાણવાયુ જ ન...

૬૦૦ વર્ષ પુરાણી પ્રેમકહાની ૨૫૦ વર્ષ પહેલાં લેખકે લખી

Image
લેઝી સન્ડે હોય, મૂડ ઠેકાણે ન હોય તો પછી શું થઇ શકે? બોઝિલ બપોરે ચાની ચૂસ્કી સાથે બે વિકલ્પ બચે એક પુસ્તક ને બીજું ટીવી.  થેન્ક્સ ટુ યુ ટ્યુબ ને નેટફ્લિક્સ ને અન્ય ઓટીટી પ્લેટફોર્મ. યુ ટ્યુબનો ફાયદો એ એ ખરો કે જૂના પુરાણાં નામ સુધ્ધાં વિસરાઈ ચૂક્યા હોય તેવા સદાબહાર ગીતો ને ફિલ્મ જોવા મળે ખરા. વારંવાર સાંભળવાનું મન થાય એવા સદાબહાર ગીત જે રીતે ફિલ્માવાયા હોય એ જોઈને થોડી માયૂસી તો થાય પણ મજા ય પડે. નવી ટેક્નોલોજી સામે હાર માનતી ઘણી બધી વાતો માની  પણ લઈએ તો પણ વાસ્તવિકતા સ્વીકાર્ય વિના છૂટકો નથી. એવી એક ફિલ્મ હીર રાંઝા , આખી ફિલ્મ પદ્ય સ્વરૂપે લખાઈ હોય તેવું કદાચ એક જ વાર બન્યું છે. આ માહિતી ખોટી હોય તો જાણકારો ધ્યાન દોરે પ્લીઝ. ગીતકાર કૈફી આઝમી એ દિલ નીચવી દઈને સંવાદો લખ્યા છે ને એવું જ કામ કર્યું છે મદન મોહને પોતાના સંગીતથી. થોડાં વર્ષ પૂર્વે આ ગીત જોયેલું ત્યારે પણ એટલું જ રોમેન્ટિક લાગ્યું હતું જયારે યુવાનીમાં લાગ્યું હતું. આજે પણ એનો પ્રભાવ બરકરાર છે. જોવાની ખૂબી તો એ છે કે હીર રાંઝા પર એક નહીં લગભગ પંદર જેટલી ફિલ્મો બની છે , ચાર હિન્દી , ...

પથ્થર બોલે છે

Image
એક એવું ગામ જ્યાં હોય મેડીબંધ મકાનો, ઝરુખાવાળી હવેલીના અવશેષો, સુંદર દેવાલયો, સાંકડી પણ ચોખ્ખી ગલીઓ, ગામની સમૃદ્ધિ સભ્યતાનું બયાન કરતી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને આ બધા વચ્ચે આખા ગામમાં રાજ હોય સ્મશાનવત શાંતિનું, તો બધી રીતે આદર્શ લાગતાં ગામને સાવ આમ રેઢું અવાવરું અવસ્થામાં જોઇને આશ્ચર્યનો ઝટકો લાગે કે નહીં ?  જો કે હવે ભારતભરમાં તૂટતાં ગામડાની કોઈ નવાઈ નથી રહી. એ પછી કચ્છ કે ગુજરાતનું હોય કે પછી તમિલનાડુનું , પણ રાજસ્થાનના આ ગામને આવી અવસ્થામાં જોઇને નવાઈ ચોક્કસ લાગે . કારણ સાફ છે, એક તો ગામના અવશેષો જ કહે કે આ ગામની બુલંદી કેવી હશે અને સૂર્ય કેવો તપતો હશે અને એ પછી એવું તો શું અઘટિત બની ગયું કે એક જમાનામાં બિઝનેસ હબની નામના પામેલું આ ગામ એક જ રાતમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું?  Facebook પણ જાદુઈ રમકડું છે. તમે સાવ વીસરી ચૂક્યા હો ને વર્ષો પૂર્વેની રળિયામણી ઘડી અચાનક તાજી કરાવી દે. અમે આ ગામની મુલાકાત લીધી હતી સાત વર્ષ પહેલાં, પણ આજે પરિસ્થિતિમાં કોઈ ફરક નથી. તો પછી હવે  વર્ષ પૂર્વે કરેલા પ્રવાસને આજે કેમ યાદ કર્યો તેવો પ્રશ્ન થાય.  વાત એવી...

એ સાંજ ગુલમર્ગને નામ

Image
જમવા પહેલાં જ ડિઝર્ટ ખવાઈ જાય તો પછી જમવામાં રસ રહે ? એવી સ્થિતિ અમારી હતી. બુટા પારથીની મુલાકાત પછી મન અપરિચિત પ્રસન્નતાથી ભરાઈ ગયું હતું. હવે કશું જોવામાં ખાસ રસ પડશે નહીં એવું મને સજ્જડપણે લાગી રહ્યું હતું. પણ, અમારા સાથીઓને હજી થોડું ઘૂમવું હતું. હાથ પર સમય તો હતો જ. અમે રૂખ કર્યો સમર પેલેસનો.  ગુલમર્ગમાં ડોગરા ડાયનેસ્ટીના રાજવીઓનો સમર પેલેસ એકદમ ખરાબ હાલતમાં છે એવું તો નથી પણ જેવી જાળવણી થવી જોઈએ એવી નથી થઇ.  મહેબૂબા મુફ્તી ચીફ મિનિસ્ટર હતા ત્યારે એનું રિસ્ટોરેશન કામ થયું હતું એવું જાણ્યું. હવે એ પેલેસ મ્યુઝિયમમાં તબદીલ થયો છે અને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે.  ચાલીસ રૂપિયાની ટિકિટ લઈને પ્રવેશ આપવામાં આવે છે. અમે ગયા તો ખરા. મનમાં હતું જમ્મુમાં જે પેલેસ છે એવો તો મહેલ હશે જ . પણ, આશા ઠગારી નીકળી. આ સમર પેલેસ હતો. એટલે કે ડોગરા રાજવી માટે શિકાર માટે  ગરજ સારનાર નાનકડો મહેલ.  આપણે હંમેશ મહારાજાઓના મહેલ ને રાજવી નિવાસની વાતો સાંભળીયે છીએ પણ એ વિષે, એ પાછળની સ્ટોરીઓ ભાગ્યે જ જાણવાની દરકાર કરીએ છીએ. ખરેખર તો એમની મરામત અને દેખરેખ એટલી ખર્ચાળ ...

બુટા પાથરી : પરબત કે ઉસ પાર...

Image
અમે ડ્રાઈવરને કહ્યું તો ખરું કે ચલ તો સહી પણ જવું ક્યાં ? અમને પોતાને જ ડેસ્ટિનેશન ખબર નહોતી.  રસ્તાની બંને બાજુએ પથરાયેલાં લીલાંછમ મેદાનોને અને પાઈન ટ્રીઝની હારમાળા એટલી રમ્ય હતી કે સહુ કોઈ તે જોવામાં મગ્ન હતા. રસ્તાની બંને બાજુ ક્યારેક નજરે ચઢતાં નાનાં નાનાં ઘર. જેમાં એક પણ ઈંટ નહોતી વપરાઈ. માત્રને માત્ર ગારા, લાકડાં, પથ્થર અને ઘાસની છતથી બનેલા પણ એટલાં તો સજી ધજીને હતા કે ઝુંપડી કોઈ હિસાબે ન કહેવાય.  સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત હતી કે તમામ ઘર મલ્ટીકલર્ડ. એક નહીં ભાતભાતના રંગથી રંગેલા. ખાસ કરીને આસમાની, ગુલાબી અને ઉઘડતો પીળો. આ ત્રણ રંગ ઉડીને આંખે વળગે. આ રંગ એમના ફેવરિટ હોવા જોઈએ. કોઈ ઘર તો પાંચ સાત રંગે રંગાયેલ હતા.  અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમે પાછા ફરી રહ્યા હતા. મનમાં ઈચ્છા તો હતી મુલાકાત લેવાની આવા કોઈ ઘરની ને તેમાં રહેનારને મળવાની. પણ એ ઈચ્છા પૂરી થાય એવા કોઈ અણસાર  લાગતા નહોતા. મોટાભાગના ઘર બંધ હોય એમ લાગતું હતું. એમાં રહેનાર અત્યારે ક્યાં ગયા હશે એવો પ્રશ્ન થયો. ડ્રાઈવરે કહ્યું કે સહુ પોતપોતના કામે ગયા છે. કામ એટલે કામ. નાઈન ...

મુકામ પોસ્ટ કાશ્મીર

Image
 #Kashmir Diary #PinkiDalal  શ્રીનગરથી પહેલગામ જતો રસ્તો કેસર અને ડાંગરના ખેતરોમાં વચ્ચેથી પસાર થાય છે. એમ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય..  કોઈક ફંક્શનમાં રોટરી ફ્રેન્ડ ભારતી ભતીજા એ એમ જ પૂછ્યું : ચલ ,આતી હૈ કશ્મીર ?  ભારતીને પણ અંદાજ નહીં હોય કે હું  પલક ઝપકાવ્યા  વિના બીજી જ ક્ષણે હા પાડી દઈશ.  ને બની ગયો અમારો કશ્મીર પ્રોગ્રામ. જનાર હતા ભારતી અને તેની એક ફ્રેન્ડ , ત્રીજી હું. જો પાર્ટનર શોધું તો ચાર થઇ જાય.  મારે માટે મૂંઝવણ હતો છેલ્લી ઘડીએ કોને શોધવા જવું ? એટલે નક્કી કર્યું ચોથું કોઈ જોઈતું નથી. આપણે ત્રણ ઠીક છે. આ વાત થઇ સવારે અને બીજી સવારે ખબર પડી બીજા એક નહીં પાંચ મિત્રો થનગનતી ઉભી છે કાશ્મીર જવા માટે. એટલે અમારો સંઘ થયો કુલ 8 મૈત્રિણીઓનો.  કશ્મીર મારા માટે હંમેશ ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. બાળક હતા ત્યારે હિન્દી ફિલ્મોમાં જોયેલા કશ્મીર કરતાં હજારગણું સુંદર હોવાની વાત તો 1996માં જયારે  ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે સમજાઈ.  સ્કૂલમાં હતા ત્યારે કશ્મીર જવાનો મોકો મળ્યો...

ગુલમર્ગ : ફિરદૌસ રુહે ઝમીં .....

Image
અમારી પહેલગામ  મુલાકાત પૂરી થતી હતી.  અમારે હવે જવાનું હતું ગુલમર્ગ. એ ગુલમર્ગ જેની પર લોકો સમરકંદ બુખારા ઓવારી જાય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી એ હકીકત છે.  પહેલગામથી ગુલમર્ગ જવા માટે વળી શ્રીનગર પસાર કરવું પડે. ગુલમર્ગ ને પહેલગામ બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે પહેલગામથી ગુલમર્ગનું અંતર છે લગભગ 140 કિલોમીટર. અમારા ડ્રાઈવર માટે આ અંતર અધધ  હતું. એટલે એને ગાઈ વગાડીને કહ્યું હતું  કે ગુલમર્ગ પહોંચતા પૂરાં પાંચ કલાક લાગી જશે એટલે બધા નવ વાગ્યે તૈયાર રહેજો. સહુ તૈયાર પણ હતા ને જેમ થાય તેમ જ આઇએસટી ,ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પર અમે સ્ટાર્ટ થયા.  પહેલગામ છોડ્યું કે ગરમી વર્તાવા લાગી. કાશ્મીરમાં હોઈએ તો 25 ડિગ્રી પણ વધુ લાગે. રસ્તા પર અવરજવર હતી પણ ટ્રાફિક કહેવાય તેવી નહીં. અંતર વધુ હતું પણ બહારનો નઝારો, વનરાજી અને ચાલતી રસપ્રદ વાતો વચ્ચે ક્યારે શ્રીનગર આવી ગયું ખબર ન પડી. શ્રીનગરથી તો ગુલમર્ગ માંડ 50 કિલોમીટર દૂર છે.   બારામુલ્લા ડિસ્ટ્રિક્ટમાં પડતાં ગુલમર્ગથી કોઈ હિન્દુસ્તાની અજાણ હોય...