Posts

Showing posts from October 13, 2024

ઝીલ કે ઉસ પાર..

Image
પંખીઓના કલરવથી સવાર પડે એ પહેલાં અમે સેટ કરેલા એલાર્મથી આંખો ખૂલી ગઈ. પહેલો દિવસ હતો ને વહેલાં ઊઠવાની ટેવ ન હોય તે લોકો માટે એ શું સ્થિતિ હોય અર્લી રાઈઝર વિચારી ન શકે. સૌથી સારી અને મહત્વની વાત એ હતી કે 25 ના ગ્રુપમાં એકપણ વ્યક્તિ લેટ લતીફ નહીં.  સવારે 8 નો સમય આપ્યો હોય તો સૌ કોઈ પાંચ મિનિટ પહેલાં ડાઇનિંગ રૂમમાં પહોંચ્યા જ હોય. પ્રવાસ શરૂ થયો. આગલે દિવસે શ્રીનગરથી શરૂ થતાં પહેલાં પ્રાર્થના ગાઈને કરી હતી. એ જ ક્રમ પૂરાં 17 દિવસ જળવાઈ રહ્યો. માત્ર સવારની નહીં, સાંજની પણ પ્રાર્થના ખરી.. विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये । अरण्ये शरण्ये सदा मां प्रपाहि  गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि  વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે । અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં  ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ.  ભાવાર્થ :હે શરણે આવેલાનું રક્ષણ કરનારી ! વિવાદ, વિષાદ, પ્રમાદ, પ્રવાસ, જળ, અગ્નિ, પર્વત, શત્રુ, વન સર્વની વચ્ચે સદાય મારું રક્ષણ કરજો. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો. સાચું કહું તો હું દેવીભક્તિ કરતી હોવા છતાં ભ...