કિસ્સાગોઈ : ફોર મિલિયન

વાત છે એક પત્રકારની. એક કેમિસ્ટ કમ કમ્પાઉન્ડરની , એક મિકેનિકની. નામ એનું વિલિયમ સિડની પોર્ટર . સાધારણ માણસ. જિંદગી ચલાવવા ઘણાં ઓડ જોબ કરી ચૂક્યો હતો તેમાં એકવાર માથે આળ આવ્યું ચોરીનું. વિલિયમ થયો જેલ ભેગો. હવે થઇ સમસ્યા. ઘરમાં પત્ની અને બે નાના બાળકો . તેમને માટે આજીવિકા માટે કોઈ સાધન નહીં . હવે શું કરવું ? વિલિયમને વિચાર આવ્યો ટૂંકી વાર્તાઓ લખવાનો. જેલમાં બેઠાં બેઠાં જે અર્થોપાર્જન થાય તે , જો કોઈ છાપા મેગેઝીન છાપે તો એમાંથી મળનાર પુરસ્કારથી ઘર તો ચાલે. આઈડિયા કામ કરી ગયો. વિલિયમ પાસે એક હુન્નર હતો કોઈ પણ ઘટનાને રમૂજી રંગે રંગવાનો. પોતાની સાથે ,આજુબાજુ બનેલી ઘટના પર જ વાર્તાઓ લખવા માંડી, પ્રતિભાવ એવો મળ્યો કે એક અખબારના એડિટરે હાસ્યકથા કોલમ ચલાવવાનું પ્રોમિસ આપ્યું. એ કોલમ એવી તો હિટ થઇ ગઈ કે વિલિયમ પોર્ટર રાતોરાત પંકાઈ ગયો. એ કથા લાંબી ન ચાલી ,અને વ્યરંગકથા લેખક , હ્યુમરિસ્ટ એવા વિલિયમ પોર્ટરે હાથ અજમાવ્યો સંવેદનશીલ લેખન પર . જે માટે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી , સંવેદનશીલ ટૂંકી વાર્તા માટે પ્રખ્યાત થયા તે આપણા આ લેખક વિલિયમે નવું એક પેન નેમ રાખ...