પોસ્ટ્સ

ડિસેમ્બર 20, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક કેમ ઓછા આવે છે ?

છબી
પુ રુષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ અટેક કેમ ઓછા આવે છે ? એવો  પ્રશ્ન થયો છે ખરો ? જો થયો હોય તો જવાબ પણ મળ્યો જ હશે , સ્ત્રીઓને હૃદયરોગથી બચાવે છે બે ચીજ , એક આંસુ અને બીજી તે કિટ્ટી પાર્ટી , વાંચીને રમૂજ થઇ ? તો હવે ધ્યાનથી વાંચજો .   કિટ્ટી પાર્ટી , આમ તો આ નામ ઘણાંને અરુચિકર લાગે. યુવાન ગૃહિણીઓ પોતાના ફાજલના સમયમાં હમઉમ્ર સહેલીઓને હળેમળે , ખાઈ પીને ગપ્પાંગોષ્ટિ કરે ને છૂટાં પડે. ઉદ્દેશ તો બહુ સારો પણ આ મિલનમાં પછી ભળે દેખાદેખી , ચડસાચડસી , કુથલી , ઈર્ષ્યા અને એ બધાનું કોકટેલ બને મિત્રતામાં રાજકારણની ભૂમિકાનું  .   આ વાત વત્તેઓછે અંશે કોઈપણ ફ્રેન્ડસર્કલમાં આ બધી વિશિષ્ટતા તો જોવા મળવાની જ પણ કોઈવાર વયસ્ક લોકોની મંડળીમાં જવાનો યોગ થાય તો ખ્યાલ આવે કે મિત્રતાને જોડી રાખવા દુ:ખ , સંતાપ કે વસવસો જેવા દર્દ કેવી સિમેન્ટ બની શકે છે. હવે આવી કિટ્ટી પાર્ટીઓ માત્ર યુવાન મહિલાઓની જ જાગીર ન રહી હોય તેમ વયસ્ક મહિલાઓ , નિવૃત્ત થયેલા લોકો માટે પણ એકમેકને જોડતું માધ્યમ બની ગઈ છે. થોડાં સમય પહેલા જ યોગાનુયોગ એવા એક ગ્રુપ સાથે થોડી પરિચિતતા કેળવાઈ. ગ્રુપના તમામ સભ્યો સમાજના મોભા