Posts

Showing posts from April 30, 2026

એક અર્બન લવ સ્ટોરી

Image
અહો આશ્ચર્યમ .. સુરત શહેરની એક બળબળતી બપોર. સ્થળ નાગેશ્વર તીર્થ મગદલ્લા . ટેમ્પરેચર 45 ડિગ્રી અને ફીલ લાઈક 48 બતાવે. 16 ડિગ્રીની ઠંડકવાળા રૂમની બારીમાંથી દૂર એક દ્રશ્ય જોયું ,  થોડાં પંખીઓ મુકત મને ચણી રહ્યા છે. મોટું મરઘી કદનું પંખી. કદાચ ગીધ કે ગરુડથી થોડું નાનું. મને દૂરથી વિચિત્ર દ્રશ્ય લાગ્યું. આવું મોટું પંખી કબૂતર ચકલીની જેમ બેસીને ચણી રહ્યું હોય તેવું દૃશ્ય મેં જિંદગીમાં જોયું નહોતું. ફોનના લેન્સને ઝૂમ કરીને જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. એ દેખાવે તો કબૂતર જેવું જ હતું.  ફોનમાં એ ક્ષણ મઢી તો લીધી , નવાઈ એ વાતની હતી કે આવું મોટું કબૂતર હોય શકે ? ગૂગલ લેન્સમાં જોયું તો એ હતું તો કબૂતર પણ સામાન્ય નહીં . ગૂગલ લેન્સ વિદિત કર્યું તે પ્રમાણે આ Rock Pigeon (Columba livia) છે, જેને સામાન્ય રીતે ફેરલ પિજન અથવા રોક ડવ તરીકે પણ ઓળખાય છે.  સામાન્ય રીતે વાદળી-ભૂખરા રંગનું માથું, હળવો ભૂખરો પીઠનો ભાગ, દરેક પાંખ પર બે ગાઢ પટ્ટા અને પૂંછડીના છેડે કાળો રંગ. ગરદન પાસેના પાંખોમાં જાંબલી અને લીલા રંગની ચમક જોવા મળે છે, જે સૂર્યપ્રકાશમાં ઝળહળે છે. એટલે કે સામાન્ય કબૂતર જેમ હો...