ફાઇનલ ટેક ઓફ : ૐ શાંતિ

ફોટો:ગૂગલ અમદાવાદની વિમાન દુર્ઘટનાથી મૃત્યુ પામેલાં પેસેન્જરના સ્નેહીઓ જ આઘાત પામ્યા હોય તેવું નથી. માત્ર ગુજરાત જ નહીં આ આંચકો સમગ્ર ભારત અને વિદેશમાં પણ લાગ્યો છે. અત્યારે તો જાતજાતની થિયરી ચાલી રહી છે. તેમાં કેટલી સાચી એ તો આવનાર સમય પૂરવાર કરશે પણ બે વાત નિશ્ચિત છે જેની પર વિશ્વભરના મીડિયાનું ફોકસ છે. સહુ પહેલા તો વાત એ છે કે કોસ્ટ કેટિંગમાં ભારતની એર લાઇન્સ માહિર છે. તેમાં પણ ખાસ તો કોવિડ પછી મોટાભાગની એરલાઇન્સ ઓક્સિજન પર હતી. આમ તો સમગ્ર વિશ્વમાં પણ ખાસ ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર...