Posts

Showing posts with the label #Kashmir #india #incredibleindia

या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम :

Image
 કેરનની મુલાકાત પછી અમારે જવાનું હતું શારદા પીઠ. જે કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં છે.  થોડા વર્ષો પૂર્વે બનેલ નવી બનેલી શક્તિપીઠની પ્રતિકૃતિ, જે નિયંત્રણ રેખા પાસે છે.  દૈદીપ્યમાન મા સરસ્વતી શારદા ...નમસ્તે શારદે દેવી કાશ્મીરીપુર વાસિની  મૂળ ઐતિહાસિક શારદા પીઠ તો આઝાદ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી આશરે 150 કિલોમીટર અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 130 કિલોમીટર દૂર છે . નિયંત્રણ રેખા જે પાકિસ્તાન- અને ભારતીય-નિયંત્રિત વિસ્તારોને વિભાજિત કરે છે ત્યાં  દરિયાઈ સપાટીથી 6,499 ફૂટ ઊંચાઈએ આ શારદાપીઠ છે. જેને કાશ્મીરી પંડિતો  શારદા ગામમાં નીલમ નદીના કાંઠે, હરમુખ પર્વતની ખીણમાં આવેલું શિવનું નિવાસસ્થાન માને છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે આ પીઠમાં દેવી શારદાની ત્રણ  અલગ-અલગ શક્તિઓનો સમન્વય છે.  પ્રથમ શારદા (શિક્ષણની દેવી), બીજી સરસ્વતી (જ્ઞાનની દેવી) અને ત્રીજી વાગ્દેવી (વાણીની દેવી) છે. એક હિન્દુ માટે કે પછી કાશ્મીરી પંડિત માટે નવી શારદા પીઠનું મહત્વ જેવું તેવું નથી તો વિચારવાનું એ રહે કે  મૂળ શારદાપીઠ કેવી હશે?  તે ટીટવાલ ગામની બરા...

યે હંસી વાદીયાં... યે ખુલા આસામાં

Image
સુખી, સંપન્ન ,લગ્નની ગોલ્ડન જ્યુબિલી ઉજવી ચૂકેલા કોઈપણ ભારતીય કપલને પૂછી જોજો કે હનીમૂન પર ક્યાં ગયા હતા?  સોમાંથી નેવું કપલનો જવાબ હશે : અમે તો કાશ્મીર ગયેલા.   કાશ્મીર જ ગયા  હશે એ વાત તો સાફ છે. તે વખતે વિકલ્પ ઝાઝા હતા નહીં ને વળી હિન્દી ફિલ્મોનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે કાશ્મીર.   તે સમયની હિન્દી ફિલ્મો, પછી શમ્મી કપૂરની  જંગલી હોય, કાશ્મીર કી કલી, કે પછી જબ જબ ફૂલ ખીલે, તીસરી મંઝિલ, આંધી , કભીકભી, સિલસિલા, રફુચક્કર ....60ના દાયકાથી લઈને 80ના સમય સુધી કોઈપણ તમારું મનપસંદ ગીત યાદ કરો, મોટેભાગે એ કાશ્મીરમાં અને તે પણ ગુલમર્ગમાં જ શૂટ થયું હશે એ વાત તો નક્કી.  હનીમૂન માટે થઈને કશ્મીર જવા મળે એટલે જ લગ્ન જલ્દી લીધેલાં  એવું કહેનાર  છોકરીઓ  જે હવે નાની દાદી બની ચૂકી હશે, હવે તમને બિંદાસપણે કહેશે પણ ખરી.   દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએ આવેલા ગોલ્ફ કોર્સનો રેકોર્ડ ગુલમર્ગ ગોલ્ફ કોર્સના નામે છે. આજથી સાત દાયકા પૂર્વે ગુલમર્ગ જેટલું ખૂબસૂરત હતું એટલું જ સુંદર છે એમ કહી શકાય પણ વર્ષો સાથે એને પણ વિકાસનો નાદ તો લાગે જ ને. એટલી બધી હોટ...

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

Image
गर फिरदौस बर रुए ज़मीं अस्त, हमीं अस्तो, हमीं अस्तो, हमीं अस्त... પૃથ્વી પર અગર જો કોઈ સ્વર્ગ હોય તો તે કશ્મીર, કશ્મીર અને કશ્મીર. મુઘલ બાદશાહ જહાંગીર પોતાના ન્યાય માટે પંકાયો એના કરતાં વધુ બદનામ થયો ઈશ્કે મિજાજી માટે. ના, માત્ર નૂરજહાં તરફની આસક્તિ નહીં, શરાબ અને કશ્મીરના સૌંદર્યનો નશો એટલો ભારે હતો કે એ રાજકાજ સંભાળવા ને બદલે કાશ્મીરમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો. એટલે હિન્દુસ્તાન પર બાદશાહ જહાંગીર ની નહીં, નૂરજહાં હકૂમત ચાલતી હતી. કાશ્મીર એવો પ્રદેશ જે પોતાના સૌંદર્ય ને કારણે હમેશા ચર્ચામાં રહ્યો  એટલે જ તો સદીઓથી ભારતનો સરતાજ કહેવાય  છે.  એવા સ્વર્ગની સૌથી પહેલી મુલાકાત 1975 માં. નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એક જિજ્ઞાસુ વિદ્યાર્થીનીનું અવલોકન શું હોય શકે?  ત્યારે સૌથી વધુ મનભાવન લાગ્યા હતા ફૂલના સામ્રાજ્ય.  તે સમયે કાશ્મીર સળગ્યું નહોતું. શાંતિમય વાતાવરણ, બોબી ફિલ્મમાં આવેલો એક બંગલો જોવામાં રસ વધુ હતો. બીજું હતું આકર્ષણ શિકારામાં સેર કરવાનું.  બસ, નાનાં મનની નાની નાની ઈચ્છાઓ. એ પૂરી થઈ ગઈ અને થોડાં જ વર્ષોમાં જન્નત કાશ્મીર જહન્નમ બની ગયું....