પ્રાચીન ગ્રીક અને હિન્દુ સંસ્કૃતિ એક જ દેવી દેવતા ને પૂજતી હતી?
આપણે પુસ્તકોના રૂપાંતરણવાળી ફિલ્મો જોવા માટે ટેવાયેલા છીએ, પણ ક્લેશ ઓફ ધ ટાઇટન્સ એક દુર્લભ અપવાદ છે. આ કિસ્સામાં, ફિલ્મ પહેલા આવી, અને પછી પુસ્તક આવ્યું. જ્યારે મારો દીકરો પાંચમા ધોરણમાં હતો ત્યારે મને પહેલી વાર ક્લેશ ઓફ ધ ટાઇટન્સ કોમિક/ ક્લાસિક -શૈલી તરીકે જોવા મળી. તેના કલેક્શનનો એક ભાગ હિસ્ટોરિકલ ક્લાસિકનો હતો, અને તે જ સમયે , મેં રામાયણને સચિત્ર ક્લાસિક ફોર્મેટમાં પણ વાંચ્યું. એ માટે school ને thank you કહેવું પડે કે vacation દરમિયાન બાળકોએ આ પુસ્તકો વાંચવાનો અનુરોધ કરતાં હતાં. ત્યાં સુધી ગ્રીક તો ઠીક રામાયણ આખું મેં પોતે વાંચ્યું નહોતું. દીકરા સાથે મેં પણ એપિક વાંચવાની શરૂઆત કરી. ક્લેશ ઓફ ધ ટાઇટન્સ ફિલ્મ 1980 ના દાયકામાં રિલીઝ થઈ હતી. મેં તે કોમિક વાંચ્યા પછી જ જોઈ હતી - પરંતુ હવે મને ફિલ્મનો બહુ ભાગ યાદ નથી. તેથી, જ્યારે અમારા કિતાબ કથા ગ્રુપે ગ્રીક સાહિત્યમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું, ત્યારે મારા મગજમાં પહેલું શીર્ષક ક્લેશ ઓફ ધ ટાઇટન્સ ઝબકાર થયું. રસપ્રદ વાત એ છે કે, એલન ડીન ફોસ્ટરનું પુસ્તક ખરેખર ફિલ્મ પછી રિલીઝ થયું હતું, જે તેની પટકથા પર આધારિત હતું...