પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ , સુરમઈ ઉજાલા હૈ ચંપઈ અંધેરા હૈ....

માર્તંડ મંદિરની મુલાકાત પછી અમારે પહોંચવાનું હતું પહેલગામ. જ્યાં પહોંચવાનો રસ્તો સફરજનના બગીચાઓ વચ્ચેથી ગુજરે છે. પહેલગામ નામને કોઈ પરિચયની જરૂર નથી. તે કાશ્મીરના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોમાંનું એક છે, જ્યાં શિયાળો હોય કે ઉનાળો, પાનખર કે વસંત કાશ્મીરના શ્રીનગરની જેમ વર્ષભર પ્રવાસીઓ આવે છે. પહેલગામ પ્રવાસનો એક ભાગ ન હોય ત્યાં સુધી કાશ્મીરની કોઈ સફર પૂર્ણ થતી નથી. આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે . શ્રીનગરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું, પહેલગામ લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને નૈસર્ગિક જલસ્તોત્ર માટે જાણીતું છે. જુલાઈ અને ઓગસ્ટમાં અહીંથી શરૂ થતી અમરનાથ યાત્રાની વાર્ષિક યાત્રા અહીંથી શરૂ થાય છે એટલે નાની મોટી હોટલોનો પાર નથી. બેતાબ વેલી કદાચ પહેલગામમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. તે મુખ્ય શહેરથી લગભગ 7 કિલોમીટરના અંતરે ચઢાવ પર છે. આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે. પહેલગામમાં જ્યાં જાવ ત્યાં લિદ્દ...