પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શક્તિની ભક્તિ કે ભક્તિની શક્તિ ?

છબી
તાજેતરમાં એક મિત્રે કલકત્તાથી વૉટ્સએપ પર કલીપ મોકલી  . પ્રિ ફેસ પરથી લાગતું હતું કે બાહુબલીનો થર્ડ પાર્ટ આવતો હશે પણ એક જ ક્ષણમાં ખ્યાલ આવ્યો કે ઓહ આ તો મહિષ્કાવતીનો સેટ ખાસ દૂર્ગા પૂજા માટે ઉભો થયો છે. રૂપિયા દસ કરોડ માત્ર પંડાલમાં ખર્ચાયા છે. http://www.amarujala.com/video/spirituality/very-expensive-durga-puja-pandal-made-in-kolkata-inspiring-by-bahubali  દુર્ગાપૂજાના ભવ્ય આયોજન નવરાત્રી શક્તિ પૂજનનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં પહેલા ગણેશોત્સવનો મહિમા હતો અને છે તે હવે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ વ્યાપ્ત થયો છે , ખાસ કરીને ગુજરાતમાં  . એ જ રીતે કોલકોત્તાની દેવી પૂજા છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઈમાં આવી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમી પરામાં , જ્યાં જે રીતના આયોજનો થાય છે તે જોતા લાગે કે આપણે બંગાળમાં ભૂલાં  પડ્યા છે. પવઇ દુર્ગા પૂજાનું કેન્દ્રબિંદુ છે. શરૂઆતમાં  પવઈ  બંગાળી વેલ્ફેર એસોસિએશન (PBWA ) દ્વારા પ્રયાસો શરૂ થયા પછી વર્ષોથી તેની હાજરી ઊભી થઈ છે. દર વર્ષે કઇંકને કઈંક નવા થીમ હેઠળ ભારતના સ્થાપત્ય વારસાની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. આ વર્ષે, અરુણાચલ પ્રદેશમાં નામસાઈના પ્રસ

વો ઉન દિનોં કી બાત હૈ

છબી
એ સાલ હતી 1980, મહિનો જૂન. મુંબઈમાં કાયદેસર રહેવાસી બનવાની પ્રોસિજર થઇ ચૂકી હતી. એટલે કે સગાઇ થઇ હતી મારી  . સુરતની કોલેજમાં ફર્સ્ટ યર ભણતી છોકરી માટે અચાનક મુંબઈમાં , તે પણ એક ચોક્કસ સમાજમાં સેટ થવું એટલું અઘરું છે એ મને કોઈ પૂછે. જો કે સમય બદલાઈ ચૂક્યો છે , હવે તો ગુજરાતના છોકરા છોકરીઓ ફાંકડું અંગ્રેજી બોલી શકે છે પણ એ સમયે એટલે કે આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે સ્થિતિ બહુ જૂદી હતી.  એ વખતે મને કહેવામાં આવ્યું કે રમાકાન્ત જઈ  આવ્યા કે નહીં ? ન સમજાયું એટલે  ફોડ પડ્યો લોન્ગ ડ્રાઈવ , મ્યુઝિક ને બટાટાવડાને ન્યાય આપીને પાછા ફરવાનું , બીજું શું ? એટલે કે રમાકાન્ત કોડ હતો રોમેન્ટિક લોન્ગ ડ્રાઈવેનો.  આજે એ વાત યાદ આવી ટીવી પર ચાલતી એક ફ્લેશબેક પિરિયડ સીરિયલને જોઈને  .  ત્યારે ફિયાટ કારમાં એસીની બદલે ડેશબોર્ડ પર એક ભૂરી પ્લાસ્ટિકની પાંખવાળો પાંખો ફરતો રહેતો ને શું એનો અવાજ ,કાર સ્ટીરીઓમાંથી વહેતા લતાજીને પણ ન ગાંઠે  . એની વે , એ સરખામણી ફરી કોઈ વાર પણ આજે ઝિલમિલ વરસાદમાં યાદ આવી ગયા એક સમયના મોસ્ટ ફેમસ બટાટાવાળા, એ પણ અહીં તહીંનાં  નહીં, ખાપોલીના રમાકાન્તના  . મુંબઈના ભદ્ર

લીઝ તો પૂરી થશે 700 વર્ષ પછી પણ કલ હમ હો ન હો

છબી
સી લિંક પરથી જમ્પ મારીને આત્મહત્યાના બનાવો બનવા લાગ્યા ત્યારથી મુંબઈ પોલીસ સજાગ થઇ ગઈ ને હવે આખો સીલિંક સર્વેલન્સ હેઠળ છે એટલે આત્મહત્યાના બનાવો ઘટી ગયા છે જેને માટે જવાબદાર સમય સંજોગ ને સમાજને લેખાય છે. આવી બધી વાતો સાંભળીને ક્યારેક ત્રાસ પણ થાય , કે ભાઈ જે થઇ રહ્યું છે તે અત્યારના સમયે જ થઇ રહ્યું છે ? પહેલા થયું જ નહોતું ?  ભ્રુણહત્યા હોય કે લગ્નેતર સંબંધો કે પછી આત્મહત્યા સત્યુગમાં ,  મહાભારતના સમયે પણ થતા હતા ને આજે પણ થાય છે , એમાંથી ન તો 16મી સદી બાકાત છે ન 21મી સદી રહેશે  . એમ કહેવાય કે જે વસ્તુ ને રોજ જોતાં મળતાં હો એની કિંમત ઘટી જાય।  એવું જ કૈંક છે રાજબાઇ ટાવર સાથે  . લંડનમાં હોંશે હોંશે બિગ બેન ટાવર જોનારને ખબર સુધ્ધાં નથી હોતી કે આપણો રાજબાઇ ટાવર બિગ બેનની પ્રતિકૃતિ છે. ન માનવું હોય તો જાતે જઈને જોઈ લેજો  .મુંબઈના વિકાસના તબક્કા તારીખ પ્રમાણે જોઈએ તો રાજાબાઈ ટાવર તો ઘણો મોડો નિર્માણ થયો છે. એ પહેલા તો શહેરને પાણી પૂરું પાડનાર તળાવ (જે આજે પણ મુંબઈગરાની પાણીની જરૂરિયાત પોષે છે ) લઇ , રસ્તાઓ, પોર્ટ ટ્રસ્ટ , શેરબજાર ને બળવાની પહેલી ચિનગારી પણ ચંપાઈ ચુકી હતી. મ

શ્રાદ્ધ ન કરો તો વાંધો નહીં કાગડાભાઈને જમાડજો

છબી
 જૂની તમામ પ્રથાને વખોડવી એ આજે આધુનિક દેખાવાની પહેલી વણલખી શરત છે. આજકાલ શ્રાદ્ધનો મહિનો છે. એ વિષે પિતૃઓને કાગડા સાથે સરખાવીને માઈન્ડલેસ કહી શકાય એવી હરકત તો વર્ષોથી કાર્ટૂનરૂપે ચાલતી હતી હવે વૉટ્સએપના માધ્યમથી ચાલે છે.  આપણને તો ખબર પણ નથી ને જાણવાની દરકાર પણ નથી કે જે જૂના નીતિનિયમો ધાર્મિક વિધિ તરીકે જનજીવનમાં વણાઈ ચુક્યા છે એ પાછળ કોઈક ને કોઈક કારણ તો હોવા જ રહ્યા  .  શ્રાદ્ધ ઓગસ્ટ સપ્ટેમ્બર  મહિના દરમિયાન જ કેમ આવે છે ? કાગવાસ શા માટે હોય છે ? એવા કદીય પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યા છે ? આ વિષે થોડું વિચારવાથી જવાબ  મળી જશે.  સૌથી પહેલું કારણ તે વૃક્ષ વાવવાનું અને તેના સંવર્ધનનું. એમ કહેવાય છે ચોમાસામાં કોઈ પણ રોપા કે બીજ વાવો તો એ સામાન્યરીતે એ સરસરીતે ખીલે છે. ખાસ કરીને પીપળો , વડ, લીમડો  .  હિન્દૂ ધર્મમાં જ નહીં બૌદ્ધ ધર્મમાં વડ અને પીપળો અતિશય પવિત્ર મનાય છે. એક વાત તો દરેકે સાંભળી હશે કે પીપળો કપાવનાર નિર્વંશ મારે કે પછી અકિંચન , દરિદ્રતા ભોગવે  . આ વાત કેટલેક અંશે સાચી પડતા જોઈ છે પણ અહીં એ વાત અહીં કોઈ વહેમ કે અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી. બલ્કે આ ધાર્મિક રીતિરિવાજો વ