પોસ્ટ્સ

જાન્યુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આઝમા ફસાદ બક : ઔરંગઝેબ જાણતો હતો કે મુગલ સામ્રાજ્ય અસ્ત નક્કી છે જેના બીજ નાખનાર પોતે હતો

છબી
  ઔરંગાબાદના મુખ્ય  ટુરિસ્ટ આકર્ષણો અમે જોઈ લીધા હતા. બાકી જો કંઈ રહેતું હોય તો તે હતું બીબી કા મકબરા . આઇટેનરીમાં એક સ્થળનું તો નામ જ ગાયબ હતું તે હતી આલમગીર ઔરંગઝેબની દરગાહ. ટુર શરુ કરતાં પૂર્વે વાંચી લીધું હતું કે બીબી કા મકબરા જોઈને મોટાભાગના ટૂરિસ્ટ્સને નિરાશા જ ઉપજે છે. ટ્રીપ એડવાઈઝર પર એવી જ કમેન્ટ્સ હતી. ને વાત સાચી પણ લાગી. આગ્રાનો તાજમહાલ  અને પછી તમે દખ્ખણના તાજ તરીકે લેખાતો બીબી કા મકબરા જોવા જાવ તો જે નિરાશા ઉપજે તેમાં વાંક તમારો હરગીઝ નથી.  આગ્રાનો તાજ બનાવનાર હતો શાહજહાં , ઔરંગઝેબનો પિતા. જેને ઔરંગઝેબે જેલમાં નંખાવ્યો હતો. ઇતિહાસની આ તમામ વાતોથી સૌ વિદિત છે. કહાનીઓ તો એમ પણ કહે છે કે કટ્ટરપંથી ઔરંગઝેબનો પ્રથમ પ્રેમ કોઈ હિન્દૂ યુવતી હતી. જે પ્રેમકથા કોઈક કારણસર આગળ ચાલી નહીં. બીબીનો મકબરો જેને માટે બનાવાયો તે ઔરંગઝેબની પ્રથમ પત્ની દિલરસબાનુ પણ સાસુ મુમતાઝ મહેલની જેમ જ પ્રસુતિ દરમિયાન મરણ પામી હતી, પાંચ સંતાનો આપીને. પણ, ઔરંગઝેબને યુદ્ધ સિવાય કશું જામતું નહીં. એ જ તો વાત હતી કે જેને કારણે એને પિતા શાહજહાં ને ભાઈ દારા શિકોહ પર ધિક્કાર હતો. કલાપ્રેમી ,સહિષ્ણુ અને દિલ્હીના તખ

અજેય,અણનમ,ઉદાસ : દૌલતાબાદ ફોર્ટ

છબી
                                                                                              ઇમેજ : ગૂગલ ભારતની ભૂમિએ અસંખ્ય યુદ્ધ જોયા છે. સાહસિક રાજવીઓ, રાજકારણ , રાજનીતિ ,ખટપટ, કાવાદાવા, કૂટનીતિ અને આક્રમણકારીઓની ટક્કર.  કેટલાંય મહારથીઓ જાજરમાન, મજબૂત અભેદ્ય કહેવાય તેવા કિલ્લામાં હાર્યા છે.  પોતાના રાજ્યની, રૈયતની રક્ષા માટે દરેક રાજવી કિલ્લા નિર્માણ તો જરૂર કરતાં રહેતા. આજે પણ તવારીખની સાક્ષી ભરતાં એ કિલ્લાઓ અડીખમ ઉભા છે. કોઈક જર્જરિત હાલતમાં છે તો કોઈ કાળની સામે લડત આપતાં અડીખમ ઉભા છે. એ પૈકી એક છે દૌલતાબાદ ફોર્ટ. મૂળ નામ દેવગિરિ દુર્ગ.  પ્રાચીન સમયથી જ એ શક્તિશાળી રાજવીઓનો ગઢ કહેવાય છે. આ રાજવીઓએ આજના મુંબઈ પર પણ સત્તા ભોગવી હતી. દૌલતાબાદ કે પછી દેવગિરિ એક એવો દુર્ગ છે એને માટે કહેવાય છે કે એ ક્યારેય દુશ્મનના હાથે પડ્યો નથી. એટલે  એવું નથી બન્યું કે એને  ભેદવામાં શત્રુ રાજા સફળ થયો હોય. મધ્યકાલીન યુગમાં આ કિલ્લાને અજેય દુર્ગ લેખાતો રહ્યો છે. એ એટલો મજબૂત હતો કે ભલભલો તાકાતવાન શત્રુ એને વીંધવામાં નાકામ રહ્યો છે. હા, છળકપટથી , ચાલાકીથી રાજવીની હાર થઇ છે પણ કિલ્લો નબળો પડ્યો નથી. 

અજંતા ગુફાઓ : જીવંત ચિત્રોની દુનિયા

છબી
અજંતા ઇલોરાની ટ્રીપ પ્લાન કરી હતી દિવાળી પછી. નવેમ્બર મહિનો આ ટ્રીપ માટે આદર્શ એ  હેતુથી કે વાતાવરણમાં ઠંડક હોય. ઉનાળામાં આ જગ્યાએ જવાનો વિચાર સુધ્ધાં ન કરી શકાય. ટેમ્પરેચર 40 થી 48 ડિગ્રી હોય અને એ વખતે ચાલીને ગુફાઓ જોવાનો પ્લાન અસહ્ય બની  રહે.  મારો પ્લાન જાણ્યા પછી મિત્ર હેતલ દેસાઈએ મને મરાઠી ફિલ્મ અજીન્થા જોઈને જવાનો અનુરોધ કર્યો હતો. ત્યારે ખબર નહોતી કે આ ફિલ્મના છેડા ક્યાં જોડાવાના છે.  અમારા ડ્રાઈવર ઉત્તમભાઉએ જણાવ્યું હતું એમ અમે સાતને ટકોરે હોટલ છોડી. ઔરંગાબાદથી અજંતા કેવ્સ છે 110 કિલોમીટરના અંતરે. આમ જોવા જાવ તો પહોંચતાં બે કલાકથી વધુ સમય ન લાગવો જોઈએ. પણ, જેવી સિટીની હદ છોડી કે સમજાયું કે શા માટે અજંતા પહોંચતા ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય લાગે છે.  આવી સુંદર, વર્લ્ડ કલાસ કહેવાય તેવી સાઈટ પર પહોંચવા માટે ઢંગનો રસ્તો નથી. 75 ટકા રસ્તો હજી બની રહ્યો છે.  આ સ્ટેટ્સ છેલ્લાં દસ વર્ષથી છે. જે સાઈટ પર આટલાં ટુરિસ્ટ આવતાં હોય , નેશનલ હાઇવે સાથે જોડાતો હોય એ સાવ ખસ્તેહાલ છે.  અમે નીકળ્યા હતા આ વાત ગણતરીમાં લઈને. સાત વાગ્યે નીકળ્યા પછી મોડામાં મોડું દસ વાગ્યે પહોંચી જવાય તો ઠંડા પહોરે ગુ

કૈલાસ મંદિર : નિર્માણ કરાવનાર કોણ ? માનવી કે પછી કોઈ પરગ્રહવાસી ?

છબી
આખું મંદિર અંગ્રેજી U શેપમાં બન્યું છે. જે કઈ રીતે નિર્માણ પામ્યું તે વાત જ કોયડો છે. ઇમેજ : ગૂગલ  તમને કોઈ વ્યક્તિ એવી મળી છે જેને ઇજિપ્તના પિરામિડ કે ગુમાયેલા એટ્લાંટિસ કે પછી બર્મ્યુડા ટ્રાયેન્ગલ વિશેના રહસ્ય જાણવા વિષે રસ ન પડ્યો હોય ?  એવી જ એક મિસ્ટ્રી છે ઈલોરાનું કૈલાસ મંદિર. જે દેશી વિદેશીઓને માટે જબરું આકર્ષણ જન્માવે છે પણ ખબર નહીં કેમ આ મંદિર  કોણાર્કના સૂર્યમંદિર જેવી પ્રસિદ્ધિ મેળવી શકવામાં નાકામ રહ્યું છે.  એ મંદિરની જાજરમાન રચના ન તો શબ્દોથી વર્ણવી શકાય ન પિક્ચરથી. એ માટે પોતાની આંખ જ જોઈએ.  બે લાખ ટન વજનની એક શિલામાં કોતરાયેલું આ મંદિર વિશ્વમાં અજોડ તો ખરું જ ,પ્રાચીન સ્થાપત્યમાં પણ અજોડ છે. દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વની અજાયબીમાં તેને સ્થાન મળ્યું નથી.   આજે જયારે આપણે નેનો ટેક્નોલોજી સુધી પહોંચી ગયા છીએ ત્યારે પણ આ સ્થાપત્ય કઈ રીતે આકાર પામ્યું હશે તે કલ્પના હેરત પમાડે છે.  એટલે સાચે પ્રશ્ન થાય કે આ મંદિરના નિર્માતા કોણ હશે  ? રાજવીઓ ? એટલે કે માણસજાતિ ? કે પછી પરગ્રહવાસીઓ ?  એ પ્રશ્ન એટલા માટે થાય  કારણકે આ મંદિરમાં નથી વપરાયા પથ્થર , ઈંટ ,સિમેન્ટ ... આ મંદિર આખેઆખુ

પથ્થરમાં કોતરાયેલું મહાકાવ્ય

છબી
વિશ્વની કહેવાતી    અજાયબી    જોઈ આવ્યા હો ને ઈલોરાની મુલાકાત લીધી ન હોય તો મનમાં પ્રશ્ન તો જરૂર ઉઠવો જોઈએ કે આટલી વૈચારિક દરિદ્રતાના શિકાર આપણે કઈ રીતે થયા ? મહાકાય શિલાઓમાં કોતરાયેલી ગુફાઓ , મંદિર , મૂર્તિઓ   સ્થાપત્યકલા તે સમય દરમ્યાન સ્થાપત્ય   નિર્માણ શૈલી કેવી    જાનદાર   હોય શકે   તેનો બોલતો પુરાવો એટલે આ ઇલોરાની   ગુફાઓ છે . વિશ્વમાં માત્ર એક ને એક એવા રોક કટ   સ્થાપત્યનો   અજોડ નમૂનો જે UNESCO વર્લ્ડ હેરિટેજ દ્વારા 1983 માં નવાજવામાં આવ્યા   પછી એની મહાનતા નું જ્ઞાન વિશ્વભરમાં થયું .    આખા   વિશ્વભરમાં એક અને એક માત્ર એવું પ્રાચીન   અજોડ    મોનોલિથિક સ્કલ્પચર છે કૈલાસ મંદિર  . જે બે   લાખ ટનની શિલા કોતરીને બનાવાયું છે . તેની વાત વિસ્તારથી કરવી પડે .     અમે અજંતા કેવ્ઝ જોવા જવાનો પ્લાન બીજા દિવસ પર મુલતવી રાખી ઈલોરા કેવ્ઝની વિઝીટ લેવાનું નક્કી કર્યું . કારણ એટલું જ કે આ ગુફાઓ ઔરંગાબાદથી માત્ર 34 કિલોમીટર દૂર   છે . રસ્તા પણ સારા છે . અત્યારે વેલૂર તરીકે ઓળખાત