Posts

Showing posts with the label India

ચલ કહીં દૂર નિકલ જાયેં...

Image
યુઝમર્ગ જેવા સ્વર્ગમાંથી નીકળીને અમારે જવાનું હતું દૂધપથરી, એકથી બીજા સ્વર્ગમાં. શ્રીનગરથી ખાસ દૂર નથી, સવારે જઈને સાંજે પાછા ફરી શકાય એવા અંતરે. 40 કિલોમીટર દૂર. મોટાભાગે લોકો એ જ વિકલ્પ લે છે. આમ તો શ્રીનગરની આસપાસ જે નાનાં સુંદર ડેસ્ટિનેશન છે તે ભૂલ્યા ન ભુલાય પણ કુદરત ના વૈભવ ને મઢવાની વાત છોડી  selfie કે રીલભૂખ્યાં ટુરિસ્ટ ને ત્યાં જલસો પડી જાય .  દૂધપથરીના પણ રંગરૂપ અનેક. ગયા માર્ચ મહિનામાં જયારે મુલાકાત લીધી હતી ત્યારે ફર કોટ પહેરીને મહાલતી કોઈ લલના જેવું રૂપ હતું. ગ્રીષ્મની શરૂઆત અને હિમ પીગળવાની શરૂઆત થઇ ચૂકી હતી તેથી ઠેકઠેકાણે કીચડ પણ હતો. ફિલ્મોમાં સ્નોમાં  રોમેન્ટિક સીન્સ એક વાત છે ને હિમમાં એક કલાકથી વધુ ટકી શકવું બીજી વાત છે. એક ચોક્કસ પોઇન્ટથી નદી સુધી જતાં ઘૂંટણભેર સ્નોમાં પગ ખૂંપી જવાથી મજા સજા જેવી લાગી હતી.  ને એ જ વેલી સપ્ટેમ્બર મહિનામાં ગ્રીન કાર્પેટ પાથરીને અછોવાનાં કરતી હોય તેમ સાદ દેતી હતી.  કોઈ કહી ગયું છે ને બદલતે લોગ બદલતે રિશ્તે ઔર બદલાતા મૌસમ  ચાહે દિખાઈ ન દે પર મહસૂસ તો હોતે હૈ .. અહીં તો ખેલ જુદો હતો. આ કુદરત હતી મ...

આપણે કોણ ?

Image
આજકાલ પૌરાણિક , ઐતિહાસિક સિરિયલોનો યુગ શરુ રહયો છે. સાસ બહુના ઝગડા દાયકા સુધી સહન કાર્ય પછી ઇતિહાસ જોવામાં રુચિ થઇ ત્યાં તો ઇતિહાસમાં તોડમરોડ શરુ થઇ ગઈ. પોએટિક લિબર્ટીને નામે   . હવે એ વાત હજારો વર્ષ પહેલાના ઇતિહાસનું રૂપ લઈને સામે આવી છે. જોવાની  ખૂબી એ રહેશે આ વિષે આપણી પાસે ક્રોસ ચેક કરવા , આપણી કુતુહલતા સંતોષવા માટે પણ સાચા સંદર્ભ ગ્રંથ નથી. એક જમાનો હતો જયારે એમ કહેવાતું કે હિન્દી ફિલ્મોમાં હિરોઈન મોકલવાનો ઈજારો સાઉથનો છે ને હીરો , હીરો તો પંજાબ કે ઉત્તર ભારતથી જ હોય. પૃથ્વી રાજ કપૂર ,રાજ કપૂર, દેવ આનંદ , દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર  થી શરૂ કરીને રાજેશ ખન્ના , વિનોદ ખન્ના , શશી રિશી જે બોર્ન  એન્ડ બ્રોટ અપ ભલે મુંબઈમાં થયા હોય પણ મૂળ ઉત્તરભારતના, ત્યાંથી લઈને  શાહરુખ , સલમાન ,અક્ષય  .... યાદી બહુ લાંબી છે. હા, કોઈક અપવાદ હોય શકે જેમ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોલકોત્તા, આમિર ખાન મુંબઈ ચા પોરગા  પણ મૂળ તાપસો તો પછી નવી ચર્ચાને સ્થાન મળે. આ વાત અકારણે જ ધ્યાનમાં આવી. થોડા દિવસ પહેલા change,org  foundation પર થયેલી એક અપીલને...

કભી ખતમ ન હો... યે સફર..

Image
  चलती चली जाए  ज़िंदगी की डगर कभी ख़त्म न हो,  ये सफर..   मंजिल की उसे कुछ भी न खबर फिर भी चला जाये... दूर का राही... તવાંગ માટે સવારની પહોરમાં દિરાંગની આરામદાયક હોટેલ છોડીને નીકળ્યા ત્યારે મનની સ્થિતિ આવી જ કંઈક હતી. દરેક વ્યક્તિ કોઈક ભ્રમમાં જીવતી હોય છે. પોતાની શક્તિ, ક્ષમતા વિશે. ક્યારેક પોતાને ખ્યાલ પણ હોય છતાં મનની શક્તિ ને વિલ પાવર, સેલ્ફ કોન્ફિડન્સ ને એવા ઘણાં બધા મોટિવેશનલ વાતોના ડોઝ પીને ઘણીવાર આપણે પોતાનો મત સાંભળવાનું ચૂકી જતાં હોઈએ .  એવું જ કંઈક થયું હતું . સફર પર જવા પૂર્વે સાથે લઈ જવાની દવાનું લિસ્ટ ચેક કર્યું ને એમાં એક નામ ખૂટતું લાગ્યું , ડાયમોક્સ . પર્વતોમાં ખાસ કરીને ઊંચાઈએ જવાનું હોય ત્યારે હાઈ ઓલ્ટીટ્યુડ સિકનેસ માટે અત્યંત જરૂરી એવી આ મેડિસિન સાથે લેવી કે નહીં એ પ્રશ્ન ઉઠયો. એક વિચાર થયો કે સાથે લઇ લેવી જરૂરી છે, ન વપરાય તો વાંધો નહીં પણ સાથે રાખી છે એ ધરપત જ દવાનું કામ કરે.  એ  ઘરમાં રહેતી મેડિસિન કીટ સાથે તો હોય નહીં , કેમિસ્ટને ત્યાંથી મંગાવવી પડે. એમાં યાદ આવી એક મોટિવેશન સ્પીચ. મન મક્કમ હોય તો માળવે જવાય, એવર...

એક ભૂલની સજા , સ્વરચિત કારાવાસ

Image
નામ : કલ્યાણી  /  રુકૈયા  બેગમ આ સત્ય ઘટના છે અને આ પાત્રો નજર સામે હોવા છતાં એમની ઓળખ છતી ન થાય તે માટે નામ અને ઘટનાસ્થળ બદલ્યા છે. મીરા રોડમાં રહેતું એક મધ્યમવર્ગીય કુટુંબ , ખાધે પીધે સુખી કહી શકાય એવું , પરિવારમાં પતિ પત્નીને બે દીકરીઓ, કલ્યાણી ને હર્ષિણી. કિલ્લોલ કરતુ નાનું કુટુંબ, બંને દીકરીઓ ભણીને જીવનમાં કઈંક કરી બતાડે એવા આશયથી માબાપે તમામ ખુશી ને મોજશોખને મનથી તિલાંજલિ આપી હતી. શાંત નદીની જેમ જિંદગી વહી રહી હતી. યુવાની ટકોરા દઈ રહી હતી ને મોટી દીકરી કલ્યાણીને. માત્ર શારીરિક જ નહીં માનસિક ભાવાત્મક પરિવર્તન સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું  . અચાનક જિદ્દી , માબાપ પાસે નાની નાની વાતોમાં જીદ કરતી , સ્કુલ ન જવાના બહાના શોધતી કલ્યાણી અચાનક એકદમ ડાહીડમરી દીકરી થઇ ગઈ હતી. રોજ મિત્રો સાથે રખડપટ્ટી માટે માબાપ સાથે ઝગડા કરતી , ઘરમાં હોય તો વર્તાયા વિના ન રહે એ કલ્યાણી પોતાના રૂમમાં કલાકો  સુધી વાંચતી રહેતી કે પછી  , મ્યુઝિક સાંભળતી બેઠી હોય એ સીન સામાન્ય થઇ ગયો હતો . મમ્મી  મનીષા તો એકદમ ખુશ. એને તો આ વાત કોઈ સ્વપ્...

કાશી મથુરા ક્યારેય પણ જવાય પણ અહીં નહીં !!

Image
વિશ્વમાં અજોડ એક માત્ર એવો લિવિંગ રુટ બ્રિજ  પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.  લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી. આ ફેસબુક પણ અજબ રમકડું છે.  યાદ રાખેલી કે કદીય ન યાદ રાખવી હોય એવી , યાદગાર પ્રસંગો, દોસ્તો દુશ્મનોને યાદ કરાવ્યા જ કરે. એ પણ વિના ભૂલે, દર વર્ષે, વર્ષોવર્ષ . રોજ જ એ થાય છે પણ દર વખતે હાંસિયામાં  શિલોન્ગ કે ચેરાપુંજી બાજુ જવાનું થાય તો એક નહીં જોવાલાયક સ્થળોનું તો લાબું લિસ્ટ મળશે. એમાં પણ ખાણીપીણી કે પછી આખા એશિયામાં પંકાયેલું  ચોખ્ખાચણાક નાનું અમસ્તું શહેર માવલિનોગ હોય કે પછી ગૌહાટી સિટીની અડોઅડ આવેલું એક એવું જંગલ જ્યાં એક પત્તુ હાલતું નથી , ન ટુરિસ્ટ યાદગીરી  સાથે પાંદડું લઇ જાય ન સ્થાનિકો। એની પણ ...

રાણીની વાવ

Image
રૂપિયા 100ની નવી નોટ પર શું સ્થાન મળ્યું , રાણીની વાવ તો એકદમ છવાઈ ગઈ. વાસ્તવિકતા એ છે કે ભારતીય સ્થાપત્યના અનેક નમૂના સામાન્ય ભારતથી અજાણ છે , એવું જ છે આ વાવનું  . વર્ષો પૂર્વે પાટણની મુલાકાતે જવાનો પ્રસંગ બન્યો હતો ત્યારે જોયેલી વાવ અચાનક મન પર તાજી થઇ. સ્મૃતિ એકદમ તાજી તો નથી પણ થોડા ફોટોગ્રાફ્સ ને થોડી સંઘરાયેલી માહિતી સાથે બાકીનું કામ મિત્ર ગૂગલે કર્યું  . સરસ્વતી નદીના ઇનારે આવેલી વાવ જોવા ગયા ત્યારે ત્યાં નદી હતી કે નહીં એ પણ યાદ નથી. 11મી સદીમાં નિર્માણ થયેલી વાવ વિષે નાનપણમાં ઘણું સાંભળ્યું હતું. ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ પ્રમાણે પાંચમા ધોરણના ઇતિહાસના પુસ્તકના છેલ્લે પાને આ વાવનો ફોટો છપાયેલો હતો એ ઘણાંને યાદ હશે.2014માં UNESCO દ્વારા એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે 11મી સદીમાં એવી સ્થાપત્યકળા હતી જેના આધારે સાત સ્તરમાં વહેંચાયેલી આ મારુ ગુર્જર શૈલીની આ વાવમાં 500થી વધુ અલભ્ય એવી કોતરણીવાળા શિલ્પ હતા. રાણીની વાવ , રાણકી વાવ નામે ઓળખાતી આ વાવ ચાલુક્ય સામ્રાજ્યના કાળમાં બંધાઈ હોવાનું મનાય છે. જૈન મુનિ મેરુ સુરીએ લખેલ...