પોસ્ટ્સ

જૂન, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તર હલવા : શાહી 🌹ની 🌐 ઓળખ

છબી
                      પસંદ અકબરની , નામશેષ થતાં બચાવી  છે ગૂગલે  એવી વાનગી જે પાંચસો વર્ષ પહેલા ગુમાઈ જવાની અણી પાર હતી , કોને એને નવજીવન આપ્યું રામ જાણે પણ હવે એ ફૂલ સ્વિંગમાં નાની મોટી કાફે , બજાર ને ફાઈવ સ્ટાર હોટેલમાં મળતી થઇ ગઈ છે. તર હલવા  કદીય આવી મિઠાઇ ચાખી છે ? ચાખવાની વાત તો બાજુ પર પણ નામ પણ સાંભળ્યું છે ? કદાચ આપણા ગુલાબપાકનો વિદેશી કઝીન પણ અમે તો આ નામ સાંભળ્યું નહોતું  . જ્યાં સુધી અકબર વિષે , ઉઝબેકિસ્તાન વિષે ખાસ માહિતી નહોતી ત્યાં સુધી ખબર નહોતી કે આ મિઠાઈ શહેનશાહ અકબરની ફેવરિટ મિઠાઈઓમાંથી એક હતી.  જોવાની ખૂબી એ છે કે અત્યારે આપણે જેમ વિસરાતા જતાં મૂલ્યો, ભાષા , પરંપરા અને વાનગીઓ માટે ઉપરતળે થઈએ છીએ પણ કશુંય નક્કર નથી કરી શકતા , એ જ પરિસ્થિતિ આજથી સાડા પાંચ સૈકા  પૂર્વે અકબરના સમયે પણ હતી. શહેનશાહને આટલી બધી ભાવતી વાનગી એમના એક પણ ખાનસમાને આવડતી નહોતી , કદાચ મુખ્ય કારણ એ હતું કે એ સમયે ગૂગલ નહોતું  :) તર હલવા વાનગી છે પર્શિયનોની. જે ચાખવાનો મોકો મળ્યો ઉઝબેકિસ્તાનની ટુર વખતે , અલબત્ત એના આ ગૌરવભર્યા ઇતિહાસથી કોઈ માહિતગાર નથી. ઉઝબેકી લોકો માટે દર વસંત માટ

દિલ ચાહતા હૈ

છબી
સામાન્યરીતે કોલમ કે બ્લોગ રીડરને ધ્યાનમાં રાખીને લખાય છે.  વિષય, લંબાઈ, ફોર્મેટ , ફોટોગ્રાફની સંખ્યા, ભાષા બધું જ ફિક્સ્ડ . બરફીનાં ચોસલાંની જેમ બરાબર ગોઠવાયેલું , પણ, જરા  કશુંક જુદું , પોતાને માટે , પોતાને મજા પડે તેવું લખવાનું હોય તો ?? ન ઉમ્ર  કી સીમા હો ન જન્મો કા  હો બંધનની જેમ ન કોઈ સીમા વિષયને કે પછી ન કોઈ બંધન ફોર્મેટને. માત્ર ને માત્ર  મનની મસ્તી . એમાં વાત મળવા જેવા માણસોની હોય કે પછી લિજ્જતદાર ફાલુદાની. દિવસો સુધી ન ભૂલાય એવી ફિલ્મની  કે પછી દિલોદિમાગ પાર છવાઈ રહેતા ગીતસંગીતની ,મન પર અવિસ્મરીણયપણે અંકિત થઇ ગયેલી યાદની , દિલમાં કોઈક ખૂણે શ્વસતી ફિલ્મની ,પુસ્તકની ,તવારીખનાં કદીય ન ભૂલાયેલા જાજરમાન વ્યક્તિત્વની , તેમની સાથે જોડાયેલા પાત્રોની, તેમની અસલિયતની , આલેખાયેલાં  નકલી ઇતિહાસને કારણે વટલાઈ ગયેલી તવારીખ અને સાથે જોડાયેલી  વાયકાઓની  . વિષય કોઈ પણ હોય ,લંબાઈ,ફોટોગ્રાફ્સ  ... Everything under the Sun   .. .  ઉપર ગગન વિશાલ ને એની નીચે એક પરમાણુંની  જેમ ધબકતાં અસ્તિત્વની  . બસ માત્ર મનને કશુંક સ્પર્શવું જોઈએ , અને એવી એક વાત ,એવી એક બિલકુલ મનમૌજીની કોલમ