યે હંસી વાદીયાં... યે ખુલા આસામાં

સુખી, સંપન્ન ,લગ્નની ગોલ્ડન જ્યુબિલી ઉજવી ચૂકેલા કોઈપણ ભારતીય કપલને પૂછી જોજો કે હનીમૂન પર ક્યાં ગયા હતા? સોમાંથી નેવું કપલનો જવાબ હશે : અમે તો કાશ્મીર ગયેલા. કાશ્મીર જ ગયા હશે એ વાત તો સાફ છે. તે વખતે વિકલ્પ ઝાઝા હતા નહીં ને વળી હિન્દી ફિલ્મોનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે કાશ્મીર. તે સમયની હિન્દી ફિલ્મો, પછી શમ્મી કપૂરની જંગલી હોય, કાશ્મીર કી કલી, કે પછી જબ જબ ફૂલ ખીલે, તીસરી મંઝિલ, આંધી , કભીકભી, સિલસિલા, રફુચક્કર ....60ના દાયકાથી લઈને 80ના સમય સુધી કોઈપણ તમારું મનપસંદ ગીત યાદ કરો, મોટેભાગે એ કાશ્મીરમાં અને તે પણ ગુલમર્ગમાં જ શૂટ થયું હશે એ વાત તો નક્કી. હનીમૂન માટે થઈને કશ્મીર જવા મળે એટલે જ લગ્ન જલ્દી લીધેલાં એવું કહેનાર છોકરીઓ જે હવે નાની દાદી બની ચૂકી હશે, હવે તમને બિંદાસપણે કહેશે પણ ખરી. દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએ આવેલા ગોલ્ફ કોર્સનો રેકોર્ડ ગુલમર્ગ ગોલ્ફ કોર્સના નામે છે. આજથી સાત દાયકા પૂર્વે ગુલમર્ગ જેટલું ખૂબસૂરત હતું એટલું જ સુંદર છે એમ કહી શકાય પણ વર્ષો સાથે એને પણ વિકાસનો નાદ તો લાગે જ ને. એટલી બધી હોટ...