પોસ્ટ્સ

2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અત્તર જેવા માણસો

છબી
થોડાં વર્ષો પૂર્વેની વાત. મેં એ વખતે બ્લોગ પર કે fb પોસ્ટ પર માટીના અત્તર વિશે લખ્યું હતું. જવાબમાં એક પોસ્ટ બહુ રસપ્રદ હતી. પાલનપુરના પ્રસિદ્ધ માટીના અત્તરની માહિતી આપતી. એ લખનાર હતા ભાટોલ ભાઈ.  એક વાત તો અહીં માનવી રહી કે ફેસબુક મને સારા લોકો અને સારા દોસ્તો મેળવી આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. એમાંના એક ભાટોળ ભાઈ.  Fb ના માધ્યમથી દોસ્તી આગળ વધી. એમના રાજકીય વિચારો જાણ્યા પછી એમને અમારા એ group માં શામિલ કર્યા. એમનું group સેતુ તો સાગર જેવું વિશાળ. નામી ડોક્ટરો, સર્જન, રાજકીય હસ્તીઓ, કલેકટરથી લઈ પ્રોફેસર,   લેખકો, પત્રકારો.... એમને અમને એ ગ્રુપમાં શામિલ કર્યા. વચ્ચે વચ્ચે ક્યારેક ફોન પર વાતચીત થતી રહેતી.  એકવાર હું પાલનપુર બાળાશ્રમની મુલાકાતે ગઈ હતી. એ વાત એમને fb દ્વારા જાણી એટલે ફોન કરી મારો જ્યાં ઉતારો હતો ત્યાં મળવા આવી પહોંચ્યા. એટલું જ નહીં સમગ્ર પાલનપુરની ટુર પણ કરાવી હતી. એમના ઘરે પણ લઈ ગયા હતા.  એક મુલાકાત તેમની મુંબઈમાં થઈ હતી મારા ઘરે. જોવાની ખૂબી એ હતી કે એમને માટીનું અત્તર યાદ હતું. એ ભેટરૂપે સુંદર રીતે પેક કરેલું અત્તર લાવ્યા હતા. ત્રીજી મુલાકાત ફરી પાલનપુરમાં. એ તો યાદગા