Posts

Showing posts from December 10, 2025

ચલ જહાં મન કરે....

Image
  એક જૂની કહેવત છે કે દીકરી મોટી થાય તે પહેલા પહેરી ઓઢી લેવું અને વહુ આવે તે પહેલા ખાઈ પી લેવું . એ કહેવત આમ તો કોઈ સાતત્ય ધરાવતી રહી નથી. પણ, એ પાછળનું હાર્દ હવે સમજાય તો રહ્યું છે. મૂળમાં કહેવાનો ઉદ્દેશ એટલો જ કે હેલ્થના કોઈ ઈશ્યુ ન હોય ત્યારે ખાઈ પી લેવું અને જાત ચાલે પગમાં અને હૈયામાં હામ હોય ત્યારે હરીફરી લેવું. ન જાણે ક્યાં ક્યારે અટકી પડાય ? ખાસ કરીને વિદેશ પ્રવાસ માટે કોઈ તકલીફ નથી. પણ આપણાં દુર્ગમ પ્રદેશો અને ત્યાં જવા માટે તો તન અને મન બંને મક્કમ અને જોશીલા હોવા જોઈએ. એવું એક ડેસ્ટિનેશન છે નાગાલેન્ડ . ગુજરાતી ટુરિસ્ટ વિદેશમાં ફરે , હિમાચલથી કાશ્મીર ગમે અને હવે તો સેવન સિસ્ટર્સ પૈકી અસાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશ પણ લિસ્ટ પર છે પણ  નાગાલેન્ડ કે  મિઝોરમ ત્રિપુરા જેવા પ્રદેશ હજી જરા આભડછેટમાં છે. કારણ એટલું જ કે ત્યાં પર્યટનનો વિકાસ જેવો થવો જોઈએ તેવો નથી. શક્ય છે આવનાર પાંચ વર્ષમાં ત્યાં પણ આસામ જેવો વિકાસ થઇ પણ જાય.  બે વર્ષ પહેલા આસામ મેઘાલય ને અરુણાચલ પ્રદેશની સફર કરી ત્યારે પણ નાગાલેન્ડ મારા બક...