Posts

Showing posts with the label #nature.

દિલ ચાહતા હૈ ...

Image
 અમારી કાશ્મીરની યાત્રા શરૂ થઈ તે પૂર્વે એક સ્નેહમિલન મહેશભાઈ શાહની અક્સા બીચ ખાતે આવેલી આનંદ વાટિકામાં ગોઠવાયું.  આમ તો તૈયારીઓ થઈ ગઈ હતી.મહેશભાઇ કાશ્મીરના મેપ અને જરૂરી સૂચના સાથે સજ્જ હતા. એમની વાત પરથી એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રવાસ કોઈ તફરી નથી. કોઈ ટુરિસ્ટ જુદી જુદી જગ્યાએ જઈને થપ્પો લગાવી આવી જાય એવું પણ નહીં. ખરાં અર્થમાં ટ્રાવેલર બનવાનું હતું. એવું નહોતું કે માર્કો પોલો કે ઈબ્ન બટુટાની જેમ તકલીફભરી યાત્રા કરવાની હતી પણ 17 દિવસ દરમિયાન રોજના કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે થઈ સાંજે પૂર્ણ થતી હતી. એમણે આગ્રહ રાખ્યો હતો કે સાથે ટ્રેકિંગ સ્ટિક અત્યંત જરૂરી છે એ વાત કેટલી ઉપયોગી સાબિત થઇ એ વાત તો પછી આવશે.  અમારી સાથે સપોર્ટ સિસ્ટમ તો હતી જ.  જે દુર્ગમ વિસ્તારમાં જ્યાં લોકો વેજિટેરિયન ખાણીપીણી વિશે સમજે જ નહીં ત્યાં એમ જ જઈ ચઢીને ભૂખમરો વેઠવો પડે.  ગ્રુપ પણ નાનું નહોતું. પૂરા 25 વ્યક્તિઓ એટલે  મહેશભાઇ એ ગોઠવણ કરી લીધી ગિરિરાજ કેટરર્સવાળા જગદીશ ભાઈ સાથે.  સ્નેહમિલનમાં જગદીશ ભાઈ સેમ્પલ લાવ્યા હતા એવા નાસ્તા ચાખ્યા બાદ ઘડીક ડર લાગ્યો કે ક્યાં...