પોસ્ટ્સ

ડિસેમ્બર 1, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લેખક તરીકે પ્રયાસ આત્માની બારી ઉઘાડી આપવાનો છે : મુરાકામી

છબી
 જ્યારે ચંદ્રકાંતા નામની ઐતિહાસિક સિરિયલ રજૂ થવાની હતી જ્યારે  એવું ક્યાંક વાંચવામાં આવેલું કે દેવકીનંદન ખત્રી દ્વારા 1888માં લખાયેલી નવલકથા ચંદ્રકાંતા ખરીદવા માટે લોકો રાત્રે પણ  દુકાન સામે કતાર લગાવતા હતા. આ વાત કેટલી સાચી ને કેટલી પબ્લિસિટી સ્ટંટ ભગવાન જાણે પણ જે કે રોલિંગની હેરી પોટર ને બાદ કરતાં કોઈ પુસ્તક માટે આવી ચાહત જોઈ નહોતી.  આ ઉન્માદ જોવા મળ્યો 2020માં . કોરોના લોકડાઉન પછી જાપાની લેખક હાકિરો મુરાકામીના પુસ્તક માટે એવો ઉત્સાહ જોવા મળ્યો. જેની નોંધ વિશ્વના મીડિયાએ લેવી પડી.  જ્યારે કિતાબકથાની શરૂઆતી બેઠકમાં નોબેલ પુરસ્કાર વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કિસને વાંચ્યા હતા ત્યારે થયેલી ચર્ચામાં અતિપ્રસિદ્ધ એવા આ જાપાની લેખક હાકીરો મુરાકામી વિશે પણ વાત થઇ હતી.  મેજીકલ રિયાલિઝમ માટે જાણીતા ગેબ્રિએલ ગાર્સિયાની જેમ મુરાકામી પણ એટલા જ જાણીતા અને ચાહીતા છે.    પુસ્તકના નામ હતા એક, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને બીજું હતું Abandoning a Cat: Memories of my Father. આ બે પુસ્તકો માટે લાગેલી કતારના પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફ્સ કોઈ પણ પુસ્તકપ્રેમીનાં મનમાં કુતુહલ ન જગાવે તો જ નવાઈ.