પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વક્ત બડા બલવાન !!

છબી
બે દિવસથી અનુરાગ કશ્યપ ને તાપસી પન્નુની ફિલ્મ દોબારા ટ્રોલ થઇ રહી છે.  સ્પેનિશ ફિલ્મ મિરાજની રીમેક એવી આ દોબારા ખરેખર તો આવી ને જતી રહી હોત તો જાણ સુધ્ધાં થાત નહીં , પણ તાપસી ને અનુરાગ ને થયું લાવો જરા ટ્રોલ ટ્રોલ રમીયે . જો ફિલ્મ થિયેટરમાં ન ઉપડે તો OTT પ્લેટફોર્મ પર તો કંઈ ઉકાળે ... એટલે તાપસી ને અનુરાગે જાહેરમાં કહ્યું  પ્લીઝ અમારો પણ બોયકોટ કરો ને , અમે રહી ન જવા જોઈએ.  દાઢમાં બોલાયેલી આ વાત રસિકોએ માની લીધી . થિયેટરમાં કાગડો સુધ્ધાં ન ફરક્યો ને શોઝ કેન્સલ કરવા પડ્યા.  એટલે પેલો અર્જુન કપૂર બોલ્યો ( એ કોણ એવું ન પૂછશો ) કે અમારી સહનશક્તિની પરીક્ષા ન લેશો. અમે ચૂપ રહ્યા એ અમારી ભૂલ છે.  લો બોલો.  SRK રહ્યો વ્યવહારુ બિઝનેસમેન . એની આવી રહેલી 'પઠાણ' માટે પાણી પહેલાં પાળ બાંધે તેવો. એને કહ્યું કે આપણે ફિલ્મમેકરે ઓડિયન્સને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ.  આમ તો વાત વિચારવા કે લખવા જેવી હરગીઝ ન કહેવાય પણ છેલ્લા થોડાં દિવસથી સોશિયલ મીડિયા પર જે ઉપાડો ચાલ્યો એટલે થયું આચમન કરી લેવા જેવું ખરું.  આમીરખાનની બહુ ગાજેલી લાલસિંહ ચઢ્ઢાના બોયકોટની વાત જૂની થઇ ગઈ. ગુજરાતીમાં એક કહેવત છે કે અભિમાન

જલ બિન મછલી

છબી
   લેપટોપ ને મોબાઈલ ફોન વિનાની જિંદગી એટલે જલ બિન મછલી વર્ષો પહેલાં એક વેકેશન લીધું હતું માલદીવ્સ ટાપુ પર. રિસોર્ટનું સ્લોગન હતું નો શૂઝ નો ન્યુઝ. સોનેરી રેતી ધરાવતાં એ ટાપુની રિસોર્ટ હતી ફાઈવ સ્ટાર્સ , એમાં ટીવી અને તે સમયે  ડીવીડી પ્લેયર  હતા પણ  ન હતા તો કેબલ કનેક્શન. ટૂંકમાં ન તો બહારની દુનિયાના કોઈ વાવડ આવે ન જાય. તે સમય સ્માર્ટ ફોનનો નહોતો. ને હવે?  આ વિચારવાનો સમય મળ્યો હમણાં. થયું એવું કે લેપટોપના કી બોર્ડમાં કોઈ ખામી સર્જાતાં  સર્વિસ સેન્ટરમાં મોકલવું પડ્યું. પણ, હદ તો ત્યારે થઇ કે એ સમયગાળામાં મોબાઈલ ફોનનો ડિસ્પ્લે ઊડી ગયો. ઇમ્પોસિબલ વાત લાગે પણ આ હકીકત છે.  એવામાં વળી વચ્ચે આવ્યો વિકેન્ડ.  કહેવાનું તાત્પર્ય એ છે કે લગભગ એક અઠવાડિયા જેટલા સમય લેપટોપ ને ફોનથી દૂર રહેવાનો સંયોગ.  પહેલા બે દિવસ તો લાગ્યું કે હું ગુજરી ગઈ છું. ન કોઈ ફોનકોલ્સ , ન મેસેજ . ન વોટ્સએપ પર થતી પંચાત. કાનની નજીક બૉમ્બ ફૂટે ને જે બધિરતા અનુભવાય એવું જ કંઈક .  છેલ્લાં કેટલાંય સમયથી ટીવીનો ઉપયોગ ઓટીટી પ્લેટફોર્મ સિવાય કર્યો નહોતો. શોધીને ચેનલો સેટ કરી ત્યારે જાણ્યું કે ટાઈમ્સની હિન્દી ચેનલ નવભારતને તો વર્ષ