પોસ્ટ્સ

ઑગસ્ટ 22, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Taj Triology : The Twentieth Wife by #InduSundersen

છબી
ધ ટ્વેન્ટીઅથ વાઇફ તાજ ટ્રાયોલોજી - ઈન્દુ સુંદરસેન  ઇન્દુ સુંદરસેન મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાયી લેખિકા છે. પિતા ફાઈટર પાઈલટ હતા. દિવસે પાઈલટ ને રાતે વાર્તાકાર. નાની દીકરીને ઇતિહાસ , રાજ રજવાડાંની વાર્તા કહેતા . મ્યુઝિયમ, મહેલો જોવા લઈ જતા. એ દીકરીએ પિતાને  અકસ્માતમાં ગુમાવ્યા , પછી બેંગ્લોરથી અમેરિકા ભણવા ગયા પછી ત્યાં સ્થાયી થયા છે.  અતિ ચર્ચિત રહેલી આ તાજ ટ્રાયલોજીમાં સૌથી પ્રથમ પુસ્તક છે ધ ટવેન્ટીએથ વાઈફ . બીજું છે ફીસ્ટ ઓફ રોઝીસ અને ત્રીજી છે  શેડો પ્રિન્સેસ . આ સિરીઝને વોશિંગ્ટન સ્ટેટ બુક એવોર્ડ મળ્યો છે. વાત સૌથી વખણાયેલી એવી ટવેન્ટીએથ વાઈફની  છે.  સમય છે ઈ.સ 1577 . પર્શિયાથી એક ઉમરાવ પોતાના કુટુંબ સાથે ભાગી રહ્યો છે. મંઝિલ છે  હિન્દુસ્તાન , જ્યાં અકબરનું શાસન છે. કંદહાર પાસે નિર્જન વગડામાં બેહાલ કુટુંબ વિસામો લે છે. ઉમરાવ તેની પત્ની , બે દીકરા અને એક દાસી. પાસે કોઈ સરસામાન નથી અને મોટી સમસ્યાએ છે કે ઉમરાવ ગિયાસ બેગની પત્ની અસ્મત બેગમ ગર્ભવતી છે અને એ કોઈ પણ ક્ષણે બાળકને જન્મ આપી શકે એમ છે.ગિયાસ બેગ પોતાના નસીબને કોસે છે. સાથે રહેલી બાંદી આવીને ખબર આપે છ