સોચો કી ઝીલોં કા શહર હો...

સોચો કી ઝીલો કા શહર હો ... લહેરોં પે અપના એક ઘર હો ... શ્રીનગરમાં દલ લેક પરથી વહીને આવતી ઠંડી હવાની લહેરખી ચહેરા પર શું અડે , દિલ બાગ બાગ થઇ જાય. સામાન્યરીતે લોકો શ્રીનગરથી પહેલગામ જાય, અમારો રૂટ જુદો જ હતો. અલગારીની રખડપટ્ટી જેવો. પહેલગામ પછીનું અમારું ડેસ્ટિનેશન હતું શ્રીનગર . શ્રીનગર જમ્મુ કાશ્મીરનું સમર કેપિટલ છે. શ્રીનગરનું નામ જ તેના અર્થને ફલિત કરે છે. સંસ્કૃત નામનો અર્થ થાય છે સમૃદ્ધિનું શહેર. છેલ્લાં થોડા વર્ષોમાં ને ખાસ કરીને 370 કલમ નિર્મૂલન પછી શહેર એટલું બદલાયું છે કે ત્યાંના રહેવાસીઓ હેરાન પરેશાન છે. એક તરફ છે સૌંદર્યનો નઝારો ને બીજી બાજુ છે આડેધડ થઇ રહેલું વિસ્તરીકરણ. વર્ષો સુધી ટુરિસ્ટની દ્રષ્ટિથી ઓઝલ રહેલું કાશ્મીર હવે સહુને વિઝીટ કરવા જેવું લાગે છે. જેથી દર વર્ષે લાખો ટુરિસ્ટ આવે છે. ટ્રાફિક, પ્રદૂષણ, શોરબકોરનો પાર નથી. ઉપરાંત જે રીતે વનરાજીનું આડેધડ નિકંદન કાઢીને નવા હોટેલ અને મકાનોનું નિર્માણ ચાલી રહ્યું છે તેનાથી સામાન્ય નાગરિક નહીં ટુરિસ્ટ પણ પરેશાન થઇ જાય છે. અમે હોટેલની બદલે એક વિલામાં ઉતરવાનું નક્કી કર્યું હતું. દ...