Posts

Showing posts with the label #સમય #જિંદગી #Life #Time

કલ આજ ઔર કલ

Image
આજકાલ ક્યાંય તમે  જોયું કે પ્રેમપત્ર લખાતાં હોય?  ના, ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ નહીં.  ચીમનલાલ કે સત્યમ કલેક્શનમાંથી ખરીદેલી સ્ટેશનરી પછી રાતના દસના ટકોરા શું થાય  ઘરમાં સોપો પડી જાય ત્યારે રેશમી અંધારા ને ઝાંખા પ્રકાશમાં એ પાનાં પર  મરોડદાર અક્ષરે થતી શરૂઆત.  પહેલી પાંચ સાત મિનિટ તો નવું સંબોધન શું કરવું એ વિચારવામાં વીતી જાય.  પત્ર લખાઈ રહે ત્યારે મધરાત વીતી ગઈ હોય. બીજે દિવસે એના પર ચાર્લી કે કોઈ એવું સેન્ટ છાંટી કે પછી પરબીડિયામાં ચોરીછૂપીથી એક તજ બે ત્રણ એલચી મૂકીને ટપાલ પેટીમાં નાખવાની મજા. પછી પૂરા ચાર દિવસ ભૂલી જવાનું. પાંચમા દિવસથી જવાબી પત્રની ઈંતેજારી શરૂ.  આ જમાનો યાદ છે?  તમામ હમઉમ્ર દોસ્તો ન જ ભૂલ્યા હોય..  મારું હંમેશા માનવું રહ્યુ કે દુનિયામાં જેટલો બદલાવ આપણી પેઢીએ જોયો છે, તે ન તો  પહેલાં કોઈ પેઢીએ જોયો છે અને ન જ આ પછી પેઢી જોશે. આ છેલ્લી પેઢી છીએ જેણે કટી પતંગમાં વિધવા સ્વરૂપ માધવી (આશા પારેખ) સાથે આંસુ વહાવ્યા હશે.. જે રાજેશ ખન્ના કે ઋષિ કપૂરના દીવાનગીભર્યાં પ્રેમમાં ન હોય. છોકરાઓ થોડાં ડાહ્યા. તેમણે ખબર કે મુમતાઝ ક...

બિછડે સભી બારી બારી

Image
સમય સાથે સમાચાર પણ કેવાં કવન પહેરીને આવી જાય છે.  એક સમય હતો જ્યારે પહેલીવાર છૂટા પડવાની પીડા જરાતરા અનુભવાતી લાગી હતી. સ્કૂલમાં ઘણી સખીઓના સગપણ 12માં ધોરણમાં ત્યારે થવાનું શરૂ થયું.  લગ્ન તો ભણી રહે પછી કે ત્રણ ચાર વર્ષે કરવાનું નક્કી થતું. એ સમાચાર આવે તે સાથે એને વારંવાર મળવાની મનાઈ. ફક્ત સગપણ થયું હોય  પણ સખી સાસરવાસી. એને પોતાનો સમય ભાવિ ભરથાર સાથે ભાવિ સાસુને રસોઈકળામાં કેટલી પ્રવીણ છે એ દર્શાવવામાં પૂરો. એટલે સગપણ થાય ત્યાં મૈત્રી પર પૂર્ણવિરામ. એ પછી સમય આવ્યો સહુના લગ્નજીવન અને બાળબચ્ચાના સમાચારનો. કોને શું છે. કઈ નર્સરીમાં એડમિશન થઈ ગયું. એ પછી પતિની પ્રગતિ, પોતે વર્કિંગ વુમન હોય તો ઓફિસ politics સમાચારોમાં સમય વહી જાય છે. આંખ મીંચીને ખોલી હોય તેમ સંતાનોના વિવાહ, બાળકના સમાચાર શરૂ થઈ જાય. આ બધું સામાન્ય લાગ્યા કરતું હતું પણ ગયા વર્ષથી સ્થિતિ બદલાઈ ગઈ. અચાનક જ ગમતાં મિત્રો, સ્નેહીઓની exit ના સમાચારે જિંદગીને એવો ભૂખરો રંગ દેખાડી દીધો જેની કલ્પના સપને કરી નહોતી. હદ ક્યારે થઇ રહી છે ખબર છે? Fb પર મિત્રોના ફોટો જોઈને આનંદ થતો હતો હવે જો હવે એ હસતો ચહેરો ...