Posts

Showing posts with the label #Gulmarg #PinkiDalal

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી...

Image
ભારતમાં પણ આવી કોઈ જગ્યા છે , જુઓ તો જ માની શકો.  શ્રીનગરથી અમારે જવાનું હતું યુસમર્ગ.  ખરેખર તો મારા માટે  આ નામ જ ભારે વિસ્મયકારી હતું. આ પૂર્વે કોઈ પણ કાશ્મીર પ્રવાસ સમયે ક્યાંય કોઈ  પાસે સાંભળ્યું કે જાણ્યું નહોતું.  જયારે આઇટેનરીમાં યુસમર્ગનું નામ જોયું એટલે ગૂગલ પર  શોધ કરી. તેમાં પણ ખાસ જોઈએ તેવી માહિતી તો ન મળી. ખૂબ રમણીય જગ્યા છે, માત્ર નિસર્ગપ્રેમી વિદેશીઓ જ આવે છે તેવા સંદર્ભ જાણ્યા એટલે લાગ્યું કે ખાસ સુવિધા નક્કી નહીં હોય અન્યથા દેસીઓ તૂટી પડે. શ્રીનગરથી યૂઝમર્ગ જવાનું હતું. રસ્તો ખાસ લાંબો નથી, પણ વચ્ચે એક સુંદર ધોધ જોવાનો હતો. નામ અહરબલ ફોલ. કાશ્મીરીમાં અહરનો અર્થ થાય છે ઝરણું કે જેને ચશ્મા કહે છે અને બલ એટલે મુખ. ઝરણનું મૂળ , મુખ તે   અહરબલ ધોધ. શ્રીનગરથી છે તો માત્ર 75 કિલોમીટરના અંતરે પણ મુંબઈમાં 75 કિલોમીટર અને કાશ્મીરના પહાડી રસ્તા પર ટેમ્પો ટ્રાવેલરમાં  કિલોમીટર જુદી જ ગણતરી થાય. તેમાં પણ ત્યાં પહોંચાડતો રસ્તો પુલવામા ગામમાંથી પસાર થતો હતો. હા, એ જ પુલવામા જેના પર થયેલા એટેકથી એક એક હિન્દુસ્તાની હલબલી ગયા હતા. વચ્ચે ...

બુટા પાથરી : પરબત કે ઉસ પાર...

Image
અમે ડ્રાઈવરને કહ્યું તો ખરું કે ચલ તો સહી પણ જવું ક્યાં ? અમને પોતાને જ ડેસ્ટિનેશન ખબર નહોતી.  રસ્તાની બંને બાજુએ પથરાયેલાં લીલાંછમ મેદાનોને અને પાઈન ટ્રીઝની હારમાળા એટલી રમ્ય હતી કે સહુ કોઈ તે જોવામાં મગ્ન હતા. રસ્તાની બંને બાજુ ક્યારેક નજરે ચઢતાં નાનાં નાનાં ઘર. જેમાં એક પણ ઈંટ નહોતી વપરાઈ. માત્રને માત્ર ગારા, લાકડાં, પથ્થર અને ઘાસની છતથી બનેલા પણ એટલાં તો સજી ધજીને હતા કે ઝુંપડી કોઈ હિસાબે ન કહેવાય.  સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત હતી કે તમામ ઘર મલ્ટીકલર્ડ. એક નહીં ભાતભાતના રંગથી રંગેલા. ખાસ કરીને આસમાની, ગુલાબી અને ઉઘડતો પીળો. આ ત્રણ રંગ ઉડીને આંખે વળગે. આ રંગ એમના ફેવરિટ હોવા જોઈએ. કોઈ ઘર તો પાંચ સાત રંગે રંગાયેલ હતા.  અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમે પાછા ફરી રહ્યા હતા. મનમાં ઈચ્છા તો હતી મુલાકાત લેવાની આવા કોઈ ઘરની ને તેમાં રહેનારને મળવાની. પણ એ ઈચ્છા પૂરી થાય એવા કોઈ અણસાર  લાગતા નહોતા. મોટાભાગના ઘર બંધ હોય એમ લાગતું હતું. એમાં રહેનાર અત્યારે ક્યાં ગયા હશે એવો પ્રશ્ન થયો. ડ્રાઈવરે કહ્યું કે સહુ પોતપોતના કામે ગયા છે. કામ એટલે કામ. નાઈન ...