પોસ્ટ્સ

સપ્ટેમ્બર 25, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શક્તિની ભક્તિ કે ભક્તિની શક્તિ ?

છબી
તાજેતરમાં એક મિત્રે કલકત્તાથી વૉટ્સએપ પર કલીપ મોકલી  . પ્રિ ફેસ પરથી લાગતું હતું કે બાહુબલીનો થર્ડ પાર્ટ આવતો હશે પણ એક જ ક્ષણમાં ખ્યાલ આવ્યો કે ઓહ આ તો મહિષ્કાવતીનો સેટ ખાસ દૂર્ગા પૂજા માટે ઉભો થયો છે. રૂપિયા દસ કરોડ માત્ર પંડાલમાં ખર્ચાયા છે. http://www.amarujala.com/video/spirituality/very-expensive-durga-puja-pandal-made-in-kolkata-inspiring-by-bahubali  દુર્ગાપૂજાના ભવ્ય આયોજન નવરાત્રી શક્તિ પૂજનનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં પહેલા ગણેશોત્સવનો મહિમા હતો અને છે તે હવે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ વ્યાપ્ત થયો છે , ખાસ કરીને ગુજરાતમાં  . એ જ રીતે કોલકોત્તાની દેવી પૂજા છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઈમાં આવી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમી પરામાં , જ્યાં જે રીતના આયોજનો થાય છે તે જોતા લાગે કે આપણે બંગાળમાં ભૂલાં  પડ્યા છે. પવઇ દુર્ગા પૂજાનું કેન્દ્રબિંદુ છે. શરૂઆતમાં  પવઈ  બંગાળી વેલ્ફેર એસોસિએશન (PBWA ) દ્વારા પ્રયાસો શરૂ થયા પછી વર્ષોથી તેની હાજરી ઊભી થઈ છે. દર વર્ષે કઇંકને કઈંક નવા થીમ હેઠળ ભારતના સ્થાપત્ય વારસાની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. આ વર્ષે, અરુણાચલ પ્રદેશમાં નામસાઈના પ્રસ