Posts

Showing posts with the label fun
Image
જાહેર રજા હોય, તમને પાક્કી ખાતરી હોય કે કોઈ મોલમાં પાર્કિંગ  કે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવાની નથી , તો શું કરી શકાય ?  ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કે તેમને ત્યાં ધામા પણ એ વિકલ્પ પણ ન હોય તો ?  તો મુંબઈગરા ખાસ કરીંને સોબો પીપલ (સાઉથ બોમ્બેના લોકો માટે પરામાં રહેતાં મિત્રો કટાક્ષમાં આ શબ્દ વાપરે છે) માટે એક વિકલ્પ છે. ઓછી જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ ને પછી કોલાબા કોઝ વે પર લટાર  .  સામાન્ય આ કામ તો ચાલુ દિવસે પણ બિલકુલ થઇ શકે પરંતુ કોલાબા કોઝ વે આમ દિવસોમાં ટીનએજર્સનું મક્કા હોય છે. વિદેશી સહેલાણી અને કોલેજકન્યાઓથી ઉભરાતું, ચાલવાની જગ્યા મળે ન તો કોઈ નાની કાફે કે રેસ્ટોરન્ટમાં ક્યાંથી મળે? એનું કારણ છે કોઝવે પર આવેલું પાર વિનાનું શોપિંગ આકર્ષણ. જેને આપણે જંક જ્વેલરી લેખીએ તેવી તમામ આઈટમ. મેટલ, કાચના મણકા, દોરા ધાગા સુતળીમાંથી બનેલી ફેન્સી ફેશનેબલ , ને તે પણ નહિવત દામમાં  ,એવું જ કપડાં સાથે  પણ. અફકોર્સ , ત્રણવાર પહેરીને ફેંકી દો તો પણ પોષાય એટલા સસ્તાં , એક્સપોર્ટ માટે બનેલાં, વિદેશમાં ચુસ્ત કવોલિટી કંટ્રોલમાં નાપાસ થયેલા ટનબં...

Just Chill Chill Chill

Image
  યાદ છે જુલાઈ મહિનાની એક પોસ્ટ ? મિત્ર સુનિલ મહેતાના પ્રવાસપ્રેમ તથા 60ના મુકામે પહોંચ્યા પછી પણ જીવનને જોવાનો અભિગમ  .... એ વિષે વાત કરી હતી, અને ત્યારે કહેલું કે કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ? એટલે વાત કરી હતી જુસ્સાની.પોતાની સાથે કરેલ કમિટમેન્ટની. એ હવે રિપીટ કરવી નથી. એ પોસ્ટમાં એમને યોજેલી ષષ્ઠિપૂર્તિની પાર્ટીમાં મહાલવા જવાની વાત લખી હતી. પૂરી વાત હવે ઉત્તરાર્ધમાં. અમેરિકાવાસી દીકરાએ પૂછ્યું , ડેડી , બર્થ ડે માટે શું પ્લાન છે?  'પૌત્ર સાથે રમીને ઉજવવાનો બીજો શું હોય ? ' આ જવાબ હતો સુનિલભાઈનો.  આ જવાબ દીકરા ચિરાગ અને અને અમેરિકન વહુ જુલિયેટે ,દીકરી કઈ રીતે ઉજવ્યો એ માટે યુટ્યુબની લિંક તો છે પણ પેપર ફોડી જ નાખીએ.  પૂરાં  44 કલાકના ટ્રાવેલિંગ પછી દીકરોવહુ  માત્ર ચાર દિવસ માટે કલકત્તા આવ્યા માત્રને માત્ર પોતાના ડેડીને રમાડવા માટે,  દીકરાએ  કહ્યું આ વર્ષે તમે અહીં આવો ને પૌત્રને રમાડો એના કરતાં  અમે ત્યાં આવીને તમને રમાડીએ  .  આ આધુનિક શ્રવણ...

દિલ ચાહતા હૈ

Image
સામાન્યરીતે કોલમ કે બ્લોગ રીડરને ધ્યાનમાં રાખીને લખાય છે.  વિષય, લંબાઈ, ફોર્મેટ , ફોટોગ્રાફની સંખ્યા, ભાષા બધું જ ફિક્સ્ડ . બરફીનાં ચોસલાંની જેમ બરાબર ગોઠવાયેલું , પણ, જરા  કશુંક જુદું , પોતાને માટે , પોતાને મજા પડે તેવું લખવાનું હોય તો ?? ન ઉમ્ર  કી સીમા હો ન જન્મો કા  હો બંધનની જેમ ન કોઈ સીમા વિષયને કે પછી ન કોઈ બંધન ફોર્મેટને. માત્ર ને માત્ર  મનની મસ્તી . એમાં વાત મળવા જેવા માણસોની હોય કે પછી લિજ્જતદાર ફાલુદાની. દિવસો સુધી ન ભૂલાય એવી ફિલ્મની  કે પછી દિલોદિમાગ પાર છવાઈ રહેતા ગીતસંગીતની ,મન પર અવિસ્મરીણયપણે અંકિત થઇ ગયેલી યાદની , દિલમાં કોઈક ખૂણે શ્વસતી ફિલ્મની ,પુસ્તકની ,તવારીખનાં કદીય ન ભૂલાયેલા જાજરમાન વ્યક્તિત્વની , તેમની સાથે જોડાયેલા પાત્રોની, તેમની અસલિયતની , આલેખાયેલાં  નકલી ઇતિહાસને કારણે વટલાઈ ગયેલી તવારીખ અને સાથે જોડાયેલી  વાયકાઓની  . વિષય કોઈ પણ હોય ,લંબાઈ,ફોટોગ્રાફ્સ  ... Everything under the Sun   .. .  ઉપર ગગન વિશાલ ને એની નીચે એક પરમાણુંની  જેમ ધબકતાં અ...