પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સફર હવાઈ કિલ્લા થી ગોબીના રણની

છબી
કરીબ કરીબ સિંગલ : સફર હવાઈ કિલ્લા થી  ગોબીના રણની સામાન્યરીતે ફિલ્મ વિષે  ત્યારે લખાય જયારે એ આવવાની હોય , ફિલ્મ આવી ગઈ હોય , વર્ષ વીતી ગયું હોય , ભુલાઈ પણ ચૂકી હોય ત્યારે એ વિષે લખવું નરી મૂર્ખતા જ કહેવાય. પણ , કરીબ કરીબ સિંગલ વિષે એવું કહેવું જરા અયોગ્ય તો ખરું. આવી ફિલ્મો જોઈએ ત્યારે લાગે કે ઓત્તારીની, આ તો તેરી મેરી કહાની હૈ જેવી વાત છે છતાં એ ફિલ્મો સુપર ફ્લોપ થાય. કારણ ? કારણ તેરી મેરી કહાની વાળો ક્લાસ કેટલો ? અલબત્ત આ ફિલ્મ ફ્લોપ હતી કે હિટ મને નથી ખબર પણ, એના વિષે ગુબ્બારા નહોતા ચગ્યા એટલે ધારી લીધું કે નહીં ચાલી હોય. હવે સારી ફિલ્મો ભલે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ સફળ ન હોય પણ એ એના ચાહકો પાસે પહોંચી જાય છે ખરી થેન્ક્સ ટુ નેટફ્લિક્સ એન્ડ એમેઝોન પ્રાઈમ .  એક બોઝિલ સાંજ હતી , મૂડ બેરંગ હતો. મિત્રો સાથે વાત કરવા માટે બિલકુલ અયોગ્ય સમય. થયું કે એક ફિલ્મ જોઈ નાખવી, બોલીવુડ ફિલ્મોની એક વાત માનવી પડે , એ મૂડની મરમ્મ્ત તો બેશક  કરી આપે. નેટફ્લિક્સ પર ન્યુ અરાઈવલમાં ઈરફાન સાથે એક ફ્રેશ ચહેરો જોયો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પાર્વતી અને ઈરફાનની માંદગી પછી એની કિંમત બેશક વધુ અંકાવા લા