Posts

Showing posts from 2026

શાંતિ,સંતોષ ને સંસ્કૃતિની રાજધાની : થિમ્પુ ભૂતાન 4

Image
  પારો પછી   અમારું ડેસ્ટિનેશન હતું થિમ્પુ . ભૂતાનની રાજધાની. પરંતુ તે પૂર્વે પુનાખાની મુલાકાતે જવાનું હતું. તેથી     જ્યારે અમે પારોથી થિમ્પુ થઈને પુનાખા તરફ આગળ વધી રહ્યા હતા , ત્યારે અમારા પ્રવાસની ઉત્સુકતા શિખરે હતી. પ્લાન ખૂબ જ આયોજનબદ્ધ હતો   રસ્તામાં સૌથી પહેલાં હિમાલયના પ્રખ્યાત પાસ પર રોકાવું , ત્યારબાદ પ્રખ્યાત ફર્ટિલિટી ટેમ્પલની મુલાકાત લેવી અને અંતે ભુતાનના સૌથી ભવ્ય અને ઐતિહાસિક પુનાખા ઝોંગ (કિલ્લા) સુધી પહોંચવું. અમારા ગાઈડે અગાઉથી જ ચેતવણી આપી હતી કે રસ્તામાં આવતી પહેલું ડેસ્ટિનેશન એટલે કે ડોઝોંગ વેલી ( Dochula Pass) પર ખૂબ જ ઠંડી હશે , કારણ કે તે સમુદ્ર સપાટીથી ઊંચાઈ   ૧૦ હજાર ફીટની   પર આવેલી છે. અગાઉ સ્પીતિની ઠંડીનો અનુભવ એવો હતો કે અમે પૂર્ણ રીતે સજ્જ થઈને નીકળ્યા હતા.   થિમ્પુથી પુનાખા તરફના રસ્તા પર આગળ વધ્યા , ત્યારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો વચ્ચે ઊંચેથી પડતાં ધોધ અને   વનરાજીનું સામ્રાજ્ય માણતાં   અમે ડોઝોંગ પાસ   પર ક્યારે પહોંચી ગયા તે પણ ખ્યાલ ન રહ્યો.   અમારા ગાઈડની વાત આંશિકપણે   સ...

પારોની પરિક્રમા : ભૂતાન ડાયરી 3

Image
પારોમાં અમારી હોટેલ શહેરથી દૂર એક શાંત જગ્યા પર હતી. અમારા ગાઈડના કહેવા પ્રમાણે દૂર , જે આપણા માટે લગભગ એક કિલોમીટર અંતર પણ ન કહેવાય. અમે હોટેલ પર જઈને જોયું તો એ હતી ડાંગરના ખેતરો વચ્ચે. જ્યાં જુઓ ત્યાં નજરે ચઢે લહેરાતો ડાંગરનો પાક અને ગિરિમાળા. સાથે નીલરંગી આકાશ અને સોનેરી સૂર્યપ્રકાશ, જાણે પિક્ચર પરફેક્ટ.  તે સાથે જ સ્વાગત થયું મિલ્ક ચા સાથે. જે આપણી ચા હોય તેવી જ પરંતુ યાકના દૂધમાં બનેલી હતી અને તેમાં ઉપરથી મેળવાયો હતો તજનો ભૂકો. એટલી રિફ્રેશિંગ ચા   હતી કે જે બનાવવાનો પ્રયત્ન ઘરે આવીને કર્યો તો ધારી સફળતા ન મળી. કદાચ મૂળ તત્વ હશે થાક. આખા દિવસની મુસાફરીના થાકને કારણે તે આટલી તાજગીસભર લાગી હશે એવું માની લઉં છું.   બીજી સવારે અમારા   અન્ય સાથીઓ   ખૂબ વહેલી  સવારમાં વિશ્વપ્રસિદ્ધ ટાઇગર નેસ્ટની રોમાંચક અને કપરા ચઢાણવાળા ટ્રેક પર નીકળી જવાના હતા તે તો નક્કી હતું. ને અમારો પ્લાન પણ સેટ હતો. થકવી નાખનાર ટ્રેક કરવા કરતાં   નક્કી કર્યું હતું કે પારોભ્રમણ કરવું. પ્લાન પારો શહેરની સ્થાનિક ધરોહર , ઇતિહાસ અને ત્યાંના આકર્ષણોને ખૂબ જ શાંતિથી અને નજીકથી માણવાનો...

પારો : પહાડ, પાણી ને પવિત્રતાનો સંગમ, ભૂતાન ડાયરી 2

Image
દુનિયાભરમાં મશહૂર એવી આ ટાઇગર  મોનેસ્ટ્રી સુધી પહોંચવા માત્ર શ્રદ્ધા નહીં શક્તિ પણ જોઈએ. વહેલી સવારે અમારે ફુટશેલિન્ગથી પારો જવાનું હતું . પહેલેથી તાકીદ કરવામાં આવી હતી કે સમયસર નીકળવું જરૂરી છે . અમારી ગાઈડ સોનમ આખી ટ્રીપ દરમિયાન અમારી સાથે રહેવાની હતી . તરવરાટભરેલી યુવાન સોનમ ખુશખુશાલ ચહેરે અમને તેના ખાસ પ્રકારની   હિન્દીમાં વાતો કરતી રહી . તેના આ પ્રકારના હિન્દી સાંભળીને અચરજ તો થયું પણ એ વાતનો રહ્સ્યોસ્ફોટ તેણે પોતે જ કરી દીધો . ભૂતાનમાં આપણી હિન્દી સિરિયલોના પ્રતાપે ત્યાંની પેઢી હિન્દી બોલી શકે છે . માત્ર સોનમ જ નહીં ડ્રાઈવર ને અન્ય લોકો પણ ફાંકડું હિન્દી બોલી રહ્યા હતા .   ભારતીય   સરહદને અડીને આવેલા ગેટ - વે સમાન કૂટશેલિન્ગથી શરૂ કરીને સાંસ્કૃતિક નગરી પારો સુધીનો પ્રવાસ   માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનો પ્રયાસ   નથી . તેમની સંસ્કૃતિ , જીવનશૈલી અને ખાસ તો તેમની માનસિકતાને નજીકથી અનુભવવાની એક સફર છે . આશરે ૧૪૦ થી ૧૬૦ કિલોમીટરની સફર એક આલ્...