Posts

Showing posts from June 3, 2025

ફણસપ્રેમીઓ સાવધાન,આ તમારા માટે નથી

Image
થોડાં વર્ષો પૂર્વે એક દિલ્હીમાં આઇએએસ અધિકારીમિત્રના ઘરે મહેમાન બનવાનો પ્રસંગ નિર્માણ થયો હતો. મારા માટે રાત્રે ડિનરમાં અધિકારીના પત્નીએ સ્પેશિયલ કોફતાં બનાવ્યા હતા. જે રીતે સર્વ કર્યા હતા તે જોવાલાયક હતું. પહેલા કોળિયો ભર્યો ને મારા ગળે અટકી ગયો.  મેં યજમાન દંપતિ સામે જોઈને કહ્યું, તમને તો ખબર છે કે હું વેજિટેરિયન છું..  અફકોર્સ, બેઝિઝક ખાવ આ તો કટહલ કોફતાં છે. મેં તો આ નામ સાંભળેલું નહોતું ( ત્યારે પેલી સિરીઝ નહોતી આવી).  મારા ચહેરો જોઈને તેમને ખ્યાલ આવ્યો હોય કે કેમ તે પેલા મિત્રપત્ની એ આ પાછળ કેટલી મહેનત કરી તે વિગતવાર સમજાવ્યું. ફણસને ઝાડ પરથી ઉતારવા , તેને કરામતથી કાપવા ને પછી આ શાક બનાવવા સુધીની જહેમત. એમની મહેનતની કથા સાંભળીને પણ મારું દિલ ન પીગળ્યું જે  તેમને અપમાન જેવું લાગ્યું તે સમજી શકાય તેમ હતું પણ સોડમમાં,સ્વાદમાં અજબ લાગતી ચીજ ન ખાય શકાય તેમાં વાંક કોનો?  બાળપણમાં ફણસ તો નહીં પણ તેના ચાંપા ઘરે આવતા હતા તેવું થોડું યાદ છે ત્યારે પણ ભાવ્યું  હોય તેમ યાદ નથી. હા ભાવે તેની ગોટલીનું શાક.  ગુજરાતમાં કદાચ તેનું મહત્વ નથી પણ સમગ્ર સ...