પોસ્ટ્સ

મે, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બ્લાસફેમી : ધર્મને નામે અમાનુષી અત્યાચાર માટે પરવાનગી આપતી કવાયત

છબી
 તહેમીના દુર્રાની પાકિસ્તાનમાં નારીવાદી ચળવળ ચલાવવા માટે જાણીતું નામ છે. અલબત્ત, એ પોતે એક  વિવાદસ્પદ ચરિત્ર રહ્યા છે એમ કહી શકાય. પોતાની આત્મકથા માય ફ્યુડલ લોર્ડથી જાણીતા થયેલા આ લેખિકા તત્કાલીન પાક પીએમ શાહબાઝ શરીફના ચોથા  પત્ની છે , અને શરીફ તહેમીનાના ત્રીજા પતિ છે.  સત્ય ઘટના પર આધારિત, નવલકથા બ્લેસ્ફેમી નવલકથા તહેમીના દુર્રાની જેવી સ્ત્રીએ ન લખતાં જો કોઈ પોલિટિકલ પાવર વિનાની , સામાન્ય લેખિકાએ કે લેખકે લખી હોત તો એને મૃત્યુદંડની સજા ફરમાવાઈ હોત એ એટલી જ જાહેર વાત છે.  પુસ્તકનો મહોલ દક્ષિણ પાકિસ્તાનમાં સેટ છે. જયાં  પિતૃસત્તા અને પુરૂષનું વર્ચસ્વ તેની ટોચ પર છે, સ્ત્રીઓ અને વંચિત લોકોની સ્થિતિ તેમના સૌથી નીચા સ્તરે છે અને ધાર્મિક કટ્ટરવાદ  ચરમ પર છે. તહેમીના દંભી અને હિંસક કહેવાતા ધાર્મિક નેતાઓ દ્વારા ઇસ્લામની સરળ વિકૃતિને આગળ લાવે છે. વર્ણનો ભયંકર  છે અને આજે પણ હજારો મહિલાઓ આ પ્રકારના જીવનમાં કેદ  છે તેવો વિચાર હચમચાવી જાય છે.  શરૂઆત થાય છે એક કહેવાતા મહાન પીરબાબાના મૃત્યુથી. ઘરમાં શબ પડ્યું છે અને તેની પત્ની હીરની મનોવ્યથા. એ દુઃખી છે કે પછી પતિના મરણની ખુશીમાં  સિગરેટ પર સિગરેટ