પોસ્ટ્સ

ડિસેમ્બર 29, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાલો કાળો કોશી બોલાવે !!

છબી
એવું તો ભાગ્યે જ બને કે દિલ્હી ગયા હો ને ત્યાં તમામ આકર્ષણ જોવાનો મોકો મળે  . કારણ છે એક તો કામનું ભારણ ને બીજો દિલ્હીનો ટ્રાફિક  . એ સમયે કોઈ માત્ર દિલ્હીફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવે તો કેવું લાગે? અમે ગોઠવ્યો કારણ સાફ હતું  . જયારે જયારે દિલ્હી  જવાનું થયું છે ત્યારે એ વિઝીટ માત્ર એક કે બે દિવસની રહી છે. દિલ્હીમાં શું જોવાનું છે એવો પ્રશ્ન થાય તો લાલ કિલ્લા , હુમાયુનો મકબરો , કુતુબ  મિનાર કે નિઝામુદ્દીન પર ફુલસ્ટોપ ન મૂકી દેતાં  . દિલ્હી હવે ચારે કોર એવું તો વિકસી ચૂક્યું છે કે દરેક દિશાના કોઈકને કોઈક ખૂણે આકર્ષણ તમારી રાહ જોતું હોય એમ પણ બને. આજે વાત કરવી છે દિલ્હીની પાસે વિકસી ચૂકેલા ગુડગાઉંની , હવે ગુરુગ્રામ, આમ તો હરિયાણામાં ગણાય પણ દિલ્હીની કોખમાં બેઠેલું આ સબર્બ એક જમાનામાં અમીરોની પસંદગી નહોતું , છેલ્લાં દસ પંદર વર્ષથી જાયન્ટ બિલ્ડરોએ એને માયાપુરી બનાવી દીધું છે. જો કે પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ પણ હરિયાણામાં જ હતું ને !! ગુરુગામના જૂનાને જાણીતાં મેનમેડ આકર્ષણોની વાત નથી કરવી , જેવા કે કિંગડમ ઓફ ડ્રીમઝ પણ આજે વાત કરવાની છે અતિશય કોરાણે મુકાઈ ગયેલી એક બર્ડ સેન્ચ્યુરીની  . નામ