પોસ્ટ્સ

સપ્ટેમ્બર 20, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વો ઉન દિનોં કી બાત હૈ

છબી
એ સાલ હતી 1980, મહિનો જૂન. મુંબઈમાં કાયદેસર રહેવાસી બનવાની પ્રોસિજર થઇ ચૂકી હતી. એટલે કે સગાઇ થઇ હતી મારી  . સુરતની કોલેજમાં ફર્સ્ટ યર ભણતી છોકરી માટે અચાનક મુંબઈમાં , તે પણ એક ચોક્કસ સમાજમાં સેટ થવું એટલું અઘરું છે એ મને કોઈ પૂછે. જો કે સમય બદલાઈ ચૂક્યો છે , હવે તો ગુજરાતના છોકરા છોકરીઓ ફાંકડું અંગ્રેજી બોલી શકે છે પણ એ સમયે એટલે કે આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે સ્થિતિ બહુ જૂદી હતી.  એ વખતે મને કહેવામાં આવ્યું કે રમાકાન્ત જઈ  આવ્યા કે નહીં ? ન સમજાયું એટલે  ફોડ પડ્યો લોન્ગ ડ્રાઈવ , મ્યુઝિક ને બટાટાવડાને ન્યાય આપીને પાછા ફરવાનું , બીજું શું ? એટલે કે રમાકાન્ત કોડ હતો રોમેન્ટિક લોન્ગ ડ્રાઈવેનો.  આજે એ વાત યાદ આવી ટીવી પર ચાલતી એક ફ્લેશબેક પિરિયડ સીરિયલને જોઈને  .  ત્યારે ફિયાટ કારમાં એસીની બદલે ડેશબોર્ડ પર એક ભૂરી પ્લાસ્ટિકની પાંખવાળો પાંખો ફરતો રહેતો ને શું એનો અવાજ ,કાર સ્ટીરીઓમાંથી વહેતા લતાજીને પણ ન ગાંઠે  . એની વે , એ સરખામણી ફરી કોઈ વાર પણ આજે ઝિલમિલ વરસાદમાં યાદ આવી ગયા એક સમયના મોસ્ટ ફેમસ બટાટાવાળા, એ પણ અહીં તહીંનાં  નહીં, ખાપોલીના રમાકાન્તના  . મુંબઈના ભદ્ર