પોસ્ટ્સ

જાન્યુઆરી 24, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મુંબઈનો શિરમોર તાજ એટલે !

છબી
બે દિવસ પૂર્વે કોઈ મિત્રે વોટ્સએપ પર થોડાં પિક્ચર્સ મોકલ્યા. આમ તો વોટ્સએપ પર આવતા મોટાભાગના મેસેજ આવ્યા તો જાઓ વખારેના ન્યાયે ડીલીટ કરવા માટે જ સર્જાય છે પણ ક્યારેક એવી કોઈ ચીજ હાથ લાગી જાય જાણે કોઈ મહામૂલું અનેરું ઘરેણું , કલેક્ટર્સ આઈટમ  .  બે દિવસ પહેલા મળેલા વિક્ટોરિયા ટર્મિનસના ફોટોગ્રાફસે ફરી જીદ કરીને બ્લોગ કરવા મજબૂર કરી દીધી  . આમ તો કોઈ પૂછે કે જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી પસંદ કરવાનું આવે તો કોની પસંદગી થાય ? સામાન્યરીતે જન્મભૂમિ ,પણ મને એ પ્રશ્ન થાય તો કર્મભૂમિ મુંબઈ જીતી જાય.  હા, શક્ય છે કે કદાચ કાલે કર્મભૂમિ કે વસવાટ  કોઈ અન્ય ભૂમિ હશે તો પણ મુંબઈ તો અવ્વલ સ્થાને જ રહેશે. આવું કૈંક છે મુંબઈમાં , જેના પ્રેમમાં એકવાર પડી જવાય તો કેદમાંથી નીકળવું મુશ્કેલ છે..એનું કારણ છે મુંબઇનો અસબાબ  .એમાં પછી ફોર્ટનાં ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ હોય કે પછી મરીનડ્રાઈવના ટ્રાઇપોડસ  . ભગવાન ભૂલ પડે તેવું ભુલેશ્વર હોય કે પછી વિદેશોની બરોબરી કરે તેવું પેલેડિયમ , મુંબઈ એટલે મુંબઈ. હા, તો વાત મૂળ હતી વી ટીની હવે સી એસ ટી , છત્રપતિ શિવાજી ટર્મિનસ, એક સમયનું બોરીબંદર. વિક્ટોરિયા ટર્મિન