પોસ્ટ્સ

જુલાઈ 17, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લગી કૈસી યે લગન ....

છબી
એવું તો ક્યારેય ન બને કે મેઘરાજા મન મૂકીને વરસે ને  આ ગીત મનમાં ન ગૂંજે  . ફિલ્મ અમિતાભની છે પણ ક્યારે આવી ને ક્યારે ગઈ ખ્યાલ નથી એટલે બિલકુલ ફ્લોપ હશે એવું ન માનવાને કારણ નથી.  કોલેજમાં હતા ત્યારે પણ આ ગીત અતિશય પ્રિય હતું , માત્ર ને માત્ર મ્યુઝિક અને લિરિક્સ માટે, એ ક્યાં કઈ રીતે પિક્ચરાઇઝ થયું છે એ મહત્વનું નહોતું  . હા, મરીનડ્રાઈવ ફક્ત જાણીતું લાગતું કારણકે તે વખતે લગભગ દરેક હિન્દી ફિલ્મમાં એક સીન તો આવતો જ , અને પછી જયારે મુંબઈમાં વસવાટ કરવાનો આવ્યો ત્યારે અચાનક એક દિવસે ખ્યાલ આવ્યો અરે, આ તો ચર્ચગેટ, મરીનડ્રાઈવ, ચર્ચગેટ , ફોર્ટ , ક્રોસ મેદાન , બોમ્બે હાઇકોર્ટ, ફાઉન્ટન  .... જ્યાં રોજ સવાર ઉગે અને સાંજ આથમે  ... ચાલીસ વર્ષ જૂનું આ ગીત હજી સદાબહાર છે. કશું જ જૂનું બોઝિલ નથી લાગતું , ન તો મૌસમીની મુગ્ધતા ન અમિતાભની નિર્દોષતા, અને સદા બહાર મુંબઈ , હા, થોડું જે બદલાયું છે તે છે મરીન ડ્રાઈવની પાળ. એ સમયે આટલી બધી બિસ્માર  હાલતમાં હશે એ કલ્પના નથી થતી. હવે એ ખરેખર માણવાલાયક બની છે , એ વાત જૂદી છે કે આપણે સરેરાશ ભારતીય સ્વચ્છતાના કોઈ પાઠ ભણ્યા નથી એટલે ક્યારેક ગંદકી દેખાય જાય , જો

બમ્બૈયા : મુંબઈ મેરી જાન

છબી
એક સાંજ છે. અમારી કાર સી લિંક પસાર કરી બાંદરા જઈ રહી છે, માત્ર દસ મિનિટમાં , જે અંતર સામાન્યરીતે વર્લીથી પહોંચતા એક કલાક લાગતો હતો એ અંતર બાર  મિનિટમાં સમેટાઈ ગયું છે. એક તરફ નજર ચડે છે દક્ષિણ મુંબઈનો શાંઘાઈની વરવી પ્રતિકૃતિ જેવો નઝારો . બીજી તરફ સામે કિનારે નજરે ચઢે છે વરલીનું કોલીવાડા , માછીમારોનું એ જ વર્ષોના કોશેટામાં ઢબુરાઇને શ્વસી રહેલું ગામ.જેને જોઈને લાગે છે કે મુંબઈ પાર વહેતી હવા આ ગામને સ્પર્શ્યા વિના જ પસાર થઇ જતી હશે. આ છે આજનું મુંબઈ ,21મી સદીનું વર્ડક્લાસ બનાવના હવાતિયાં મારતું , થાકતું , હારતું છતાં મક્કમતાથી આગેકૂચ કરવા ઝઝુમતું .... આજે મુંબઈની ઓળખ બોલિવૂડથી છે , પચરંગીપણાંથી છે. વસ્તીથી ફાટફાટ થઇ રહેલા આ મહાન ગરીને જોતાં 350 વર્ષ પૂર્વે મુંબઈના ગવર્નરે ભાખેલું ભાવિ તાજું થઇ આવે. ઈ.સ 1669ની સાલ અને એ વખતે અંગ્રેજ ગવર્નર જતા જિરાલ્ડ ઑન્જીયર. એમના શબ્દો હતા : આ જગ્યાને મહાનગર બનાવવાનું નિયતિએ મન બનાવી લીધું છે. જો એ વખતનું મુંબઈ જોયું હોય એ કદાચ જિરાલ્ડ ઑન્જીયરને પાગલ સમજી બેસે!! હેપ્તનેશિયા : સમૂહ સાત ટાપુનો : કુલાબા, માઝાગાંઉ , ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ ,વડાલ