પોસ્ટ્સ

ઑગસ્ટ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આને કહેવાય કરિયાવર

છબી
મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજ ફરી એકવાર સહેવો પડ્યો  . ગઈકાલે એક તરફ હાલાકી માઝા મૂકી રહી હતી ત્યારે બીજી તરફ મુંબઈકર એક થઈને એ સામે ઝઝૂમી રહ્યા હતા. સ્પિરિટ ઓફ બોમ્બે કે મુંબઈ ફર્સ્ટ એવું બધું કહેવાય અને સાર્થક પણ થાય છતાં જયારે જયારે આ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ઠેરના ઠેર. સુરતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ જ્યોર્જ ઓક્સડેન, જેઓ માનતા હતા કે માહિમ  પછીનો વિસ્તાર માનવ વસ્તી માટે છે જ નહીં   સરકાર ને પાલિકા પર માછલાં ધોવામાં કસર ન છૂટે , જો કે એમની નિષ્ક્રિયતા સર્વોપરી ખરી પણ 24 કલાકમાં 315 mm વરસાદ કોઈ અમેરિકન શહેરમાં પણ પડે તો ત્યાં પણ આ જ હાલત થાય. આપણે ત્યાં આ થયું  એના એક દિવસ અગાઉ અમેરિકાના હ્યુસ્ટનમાં બોટ ફરતી હતી. ત્યાં વસતાં ઇન્ડિયન મિત્રોએ અમે સેફ છીએ સેફ છીએના એટલા મેસેજ મોકલવા  પડ્યા કે દિવસમાં ત્રણ ચાર વાર બેટરી ચાર્જ કરવી પડી. કોઈનો વાંક તો શું કાઢવો ? પાલિકા જો પોતાનું કામ યોગ્ય રીતે કરે કે નાગરિકો પોતાની યુઝ એન્ડ થ્રોની ગંદી માનસિકતામાંથી બહાર આવે તો હાલાકી તો આવે પણ પરિસ્થિતિ આટલી ખરાબ ન થાય. કાલે એક એક સોશિયલ મીડિયા ને ટીવી ચેનલો પર આ જ સૂર હતો. એમાં કોઈ

બાપ્પા મોરિયા કેમ ?

છબી
ગણપતિ બાપા ... મોરિયા .... બપ્પા મોરયા રે, બપ્પા મોરયા રે... એવી ધૂન આપણે ગણેશ ઉત્સવ દરમિયાન વર્ષોથી સાંભળીયે છતાં બાપા મોર્રયા કેમ એવો વિચાર તો ક્યારે આવેલો જ નહીં. આ મોરયા કોણ ને એનું નામ ગણેશજી જોડે કેમ લેવાય છે તેની જાણ થોડાં સમય પૂર્વે જ થયેલી. આ મોરયા ગોસાવી એટલે એક એવા ગણેશભક્ત કે જેનું નામ ગણેશજી સાથે આ દિવસોમાં જોડાય છે . અલબત્ત , પૂણે પાસે ચિંચવડમાં મોરયા ગોસાવીએ ગણેશોત્સવ દરમિયાન જ એ મંદિરની મુલાકાતનો યોગ આવ્યો. લગભગ ૧૪મી સદીમાં થયેલાં ( અંદાજિત ) આ ભક્ત નું મંદિર થોડાં નવા રંગરોગાન સિવાય પોતાનો સદી જુનો અસબાબ જાળવી શક્યું છે તે વાત ધ્યાનમાં આવ્યા વિના ન રહે . પાવના નદીને કાંઠે આવેલાં મંદિરનો પાછળનો ઘાટ દશમાની ક્રિયા માટે વધુ જાણીતો હોય તેવું લાગ્યું .ચિંચ એટલે આમલીનું ઘેઘૂર ઝાડ , જેની ઉંચાઈ અને પહોળાઈ કોઈ વડથી ઓછી નહી કદાચ એટલે જ ગામનું નામ પડ્યું હશે ચિંચવડ . ત્યાં છે આ ભક્તની સમાધિ અને ગણેશ મંદિર . જ્યાં સજીવન સમાધિ લીધી તે હવે જાગ્રત મંદિર તરીકે ગણેશભક્તોમાં પૂજાય છે . દંતકથાઓ ઘણી છે . એમ કહેવાય છે કે મોરયા પ્રખર ગણેશભક્ત, પણ એક ગણેશ ચતુર્થીના દિને મંદ

આ ધર્મ છે કે વિજ્ઞાન ?

છબી
થોડાં સમય પહેલાની વાત છે.  પરિવારના સભ્ય એવા હોનહાર યુવાના  હાથ પર ટેટુ જોયું  .વાત એકદમ નિર્દોષ લાગે પણ પત્રકારનો જીવ,  કાર્યરત હો , ન હો., ખણખોદ વિના તો જંપ કેમ વળે ? પૂછ્યું કે કેમ કરાવ્યું ? ક્યાં કરાવ્યું ? જે પાર્લરમાં કરાવ્યું ત્યાં સેફ અને હાઇજીન સ્ટાન્ડર્ડ તો જળવાતું હતું ને ? નવયુવાનોને આ પ્રશ્નો મગજમારી લાગે પણ એ જાણી લેવું જરૂરી છે કે આ ટેટુ જેટલા નિર્દોષ દેખાય છે એટલા જ જીવલેણ પુરવાર થઇ શકે છે જો પોતાની સાથે હેપેટાઇટિસ સીના વાઇરસ સાથે લાવ્યા હોય તો. આજે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને મહદ અંશે વિકાસશીલ દેશમાં સમસ્યા છે ડ્રગ્ઝ અને આ હેપેટાઇટિસ સી ના વાઇરસની  . ડ્રગ્ઝની સમસ્યા તો બૉલીવુડ બતાવે કારણ કે એ દેખીતી સમસ્યા છે , એમાં રોકેલા નાણાંનું વળતર મળી રહેવાનું છે પણ આ  એચસીવીના ટૂંકા નામે લેખાતા યમરાજ વિષે કોઈ ખાસ જાણકારી નથી , જે માત્ર ને માત્ર સંસર્ગ , બ્લડ ટ્રાન્ફ્યુઝનથી ફેલાય છે. ડ્રગ્ઝ એડિક્ટ કે પછી ટેટુપ્રેમીઓ સૌથી મોટા શિકાર છે. એ વાતનો ખ્યાલ આવ્યો એકવાર નજરે જોવાથી   . થોડા સમય પહેલા જોયું તો એક ભીડભાડ વળી ફૂટપાથ પર ફેરિયાની જેમ બે ગુણપાટ પાથરીને એક કપલ બેઠું

ઈશ લીબે ડીશ

છબી
આ યુગની જો શ્રેષ્ઠ ઉપલબ્ધિ હોય તો એ છે કે જે ગીત સાંભળવા કાન તરસી જતાં , એ માટે રેડિયો સ્ટેશન પર કાગળ લખવા પડતાં ને પાછળથી બ્લેન્ક કેસેટ લઇ એને રેકોર્ડ કરાવવી પડતી તેને બદલે હવે ફોનમાં મનગમતું મ્યુઝિક મળે છે. એટલાથી ધરવ ન થાય તો વિઝુઅલ માટે આજે એક નહીં અનેક મ્યુઝિક  ચેનલ સેવામાં હાજર છે. એ પણ એક સે બઢકર એક જેવી. એવી જ એક ફેવરીટ ચેનલ પર ગીત સાંભળ્યું . ફિલ્મ અતિશય પ્રખ્યાત પણ એનું આ ગીત તો જાણે જોયું જ નહોતું , ફિલ્મ નહીં તો ય ચારેકવાર જોઈ હતી અને આ ગીત જે રીતે ફિલ્માવાયું છે તે કઈ રીતે ભૂલી જવાય ? તો ય યાદ ન આવ્યું. એ ફિલ્મ એટલે રાજ કપૂર વૈજયંતીમાલા ને રાજેન્દ્રકુમારના લવ ટ્રાયેન્ગલવાળી સદાબહાર સંગમ , અને ગીત આઈ લવ યુ ... જયારે રાજ ને વૈજયંતી લગ્ન કરી હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ  જાય છે , કદાચ એ કલીપ જોવાથી યાદ આવી જાય. ગીત અચાનક કાને પડ્યું ત્યારે લાગ્યું કે આઈ લવ યુ ઉપરાંત એમાં અન્ય લાઈન છે તેનો અર્થ પણ આઈ લવ યુ જ થતો હશે.  વારંવાર એ ગીત સાંભળ્યા પછી ખ્યાલ આવે કે એના શબ્દો જર્મન ઉપરાંત અન્ય ભાષાના છે, કદાચ રશિયન ... નોટ શ્યોર.... જોવાની ખૂબી તો એ છે કે આટલા સુંદર

એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ

છબી
વર્સેટાઈલ કવિ,ગીતકાર, ફિલ્મમેકર ની 82મી બર્થડે . જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા , ટીવી , એન્ટરટેઇનમેન્ટ સ્લોટ્સ ને પેજીસ પર છવાયેલા રહ્યા સંપૂર્ણ સિંહ કાલરા  .  અલબત્ત જૂના જોગીઓ એમને એ નામથી પરિચિત હોય તો ખબર નહીં પણ નવી પેઢીને  જાણકારી આપી રેડીઓ જોકીઓએ  . ગુલઝાર એટલે ગુલઝાર, ખરેખર તો  એમના નામની આગળ ન  શ્રી લાગે ન પાછળ જી લાગે  . એ  બધા  તકલ્લુફની મોહતાજી એમને નથી ભોગવવી પડતી  .  एक ख़ामोशी है, सुनती है, कहा करती है न ये बुझती है, न रुकती है, न ठहरी है कहीं नूर की बूँद है सदियों से बहा करती है सिर्फ एहसास है दूर से महसूस करो  प्यार को प्यार ही रहने दो कोई नाम न दो ... આ લખનાર કવિ લગ્નજીવનમાં બંધાય તે પણ એક જાજરમાન , પ્રતિભાવાન તે સમયે ટોચ પર હોય તેવી અભિનેત્રી સાથે એ પ્રેમને શું નામ અપાય ? સામાન્ય પ્રણયકથાઓમાં વાત હોય ધામધૂમથી લગ્ન કર્યા ને ખાધું પીધું ને રાજ કર્યું પણ આ કહાનીકારો ભૂલી જાય છે એક વાત કે બંને પક્ષે જો વિચક્ષણ પ્રતિભા હોય તો  ખાધું પીધું ને રાજ કર્યું ન થાય , તારાજ કર્યું  એવી સ્ટોરી બને જે રાખી ગુલઝારના જીવનમાં બની.  રાખી ને ગુલઝાર પરણ્યા ત્યારે 1973 દરમિય
છબી
જાહેર રજા હોય, તમને પાક્કી ખાતરી હોય કે કોઈ મોલમાં પાર્કિંગ  કે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવાની નથી , તો શું કરી શકાય ?  ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કે તેમને ત્યાં ધામા પણ એ વિકલ્પ પણ ન હોય તો ?  તો મુંબઈગરા ખાસ કરીંને સોબો પીપલ (સાઉથ બોમ્બેના લોકો માટે પરામાં રહેતાં મિત્રો કટાક્ષમાં આ શબ્દ વાપરે છે) માટે એક વિકલ્પ છે. ઓછી જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ ને પછી કોલાબા કોઝ વે પર લટાર  .  સામાન્ય આ કામ તો ચાલુ દિવસે પણ બિલકુલ થઇ શકે પરંતુ કોલાબા કોઝ વે આમ દિવસોમાં ટીનએજર્સનું મક્કા હોય છે. વિદેશી સહેલાણી અને કોલેજકન્યાઓથી ઉભરાતું, ચાલવાની જગ્યા મળે ન તો કોઈ નાની કાફે કે રેસ્ટોરન્ટમાં ક્યાંથી મળે? એનું કારણ છે કોઝવે પર આવેલું પાર વિનાનું શોપિંગ આકર્ષણ. જેને આપણે જંક જ્વેલરી લેખીએ તેવી તમામ આઈટમ. મેટલ, કાચના મણકા, દોરા ધાગા સુતળીમાંથી બનેલી ફેન્સી ફેશનેબલ , ને તે પણ નહિવત દામમાં  ,એવું જ કપડાં સાથે  પણ. અફકોર્સ , ત્રણવાર પહેરીને ફેંકી દો તો પણ પોષાય એટલા સસ્તાં , એક્સપોર્ટ માટે બનેલાં, વિદેશમાં ચુસ્ત કવોલિટી કંટ્રોલમાં નાપાસ થયેલા ટનબંધ કપડાં આ રોડસાઈડ માર્કેટ પર ખડકાય. મેટલ , સ્ટોન્

કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?

છબી
દર વર્ષે શીતળા સાતમ પાસે આવે એટલે  એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે. વાર્તા પ્રમાણે ગામમાં નવી વહુ આવી. જેવી સાસુની સામાન્ય વ્યાખ્યા  હોય તેવી સાસુ  મળી હતી.  હવે આપણી મુખ્ય નાયિકાની એક જ તકલીફ હતી,એને કુલેર બહુ ભાવે. કુલેર એટલે ઘી ગોળમાં ભેળવેલો બાજરાનો લોટ. ઘી  તો સાસુ તાળાચાવીમાં રાખે , વહુ શું કાચો લોટ ફાકે ? સાસુની પહેરેદારી સામે વહુ ત્રાસી ગઈ.પણ કહે કોને? એક દિવસ એને ચમકારો થયો. એ ગઈ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં  .ફરિયાદ કરવી તો બીજાને શું કરવી ? સીધી માતાજીને જ ન કરવી ? માતાજીને ફરિયાદ કરીને ઘરે આવી. મનમાં હતું કોઈક તો ચમત્કાર થશે ને કુલેરનો જોગ થઇ જશે, પણ પથ્થર પર પાણી. ઘી તો ચાવીબંધ કોઠારમાં  જ સચવાયેલું રહ્યું  . હવે કરવું શું ?  વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ  નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું  . વહુએ ઓપરેશન કુલેર પ્લાન કર્યું  . બપોર થવા આવી હતી. બપોરે મંદિરન

શ્રાવણની મસાલેદાર પ્રસાદી

છબી
સુરતની ઘણી બધી ખાસિયતો છે પણ એક બેનમૂન છે ખાજાની , એવું બને નહીં કે વરસાદ જામ્યો હોય ને  એક જન્મજાત સુરતીના ઘરે ખાજા આવ્યા ન હોય. વરસાદમાં ભજીયાની જ્યાફત તો સૌ માણે પણ સુરતીઓ સ્વાદ ને ખાનપાનમાં એક મુઠ્ઠી ઉંચેરા એટલી વાત તો સ્વીકારવી પડે. શિયાળામાં વસાણા, પોંક , ઊંધિયું , ઉંબાડિયું  હવે વર્લ્ડકલાસ થઇ ચૂક્યા છે. મિઠાઈઓ તો બંગાળી હોય કે સુરતી એને કોઈ સરહદ ન નડે , એ પછી ઘારી હોય કે ઘેબર , એની વાત કરવી છે પણ પછી ક્યારેક આજે તો માત્ર ખાજાંપુરાણ કારણ કે આ સરસિયા ખાજાં માત્ર ને માત્ર શ્રાવણ અને વરસાદ દરમિયાન જ મળે ને ખાઈ શકાય  . એનું કારણ છે એમાં રહેલાં મરીનું પ્રમાણ  . આજથી એક સદી પૂર્વે લોકોની ખાણીપીણી ઋતુ મુજબ  રહેતી હતી.  જેમ ભારતમાં ઋતુ  પ્રમાણે આહાર ખવાતો હતો એ જ ચાલ  પશ્ચિમી જગતમાં પણ છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોમાસામાં ફ્રોઝન કેરીનો રસ કે પછી ભર ઉનાળે ફોન્ડ્યુ ,આજની તાસીર છે. અલબત્ત , ખાજાં ચોમાસામાં જ ખવાય છે પણ એમ મનાય છે કે એ ઉનાળો જવાની તૈયારીમાં હોય ત્યારે કેરીના રસ સાથે પણ ખવાતા રહ્યા છે.ખાજાનો અર્થ જ છે ખાઈ જા, એક સંદર્ભ પ્રમાણે આ ખાજા સુરતની સ્પેશિયાલિટી તરીકે ક્યારથ

તમે ફિટ છો ? Really ?

છબી
કોઈ જયારે આપણને ખરી ઉંમર કરતા ઘણાં યુવાન ધારી  લે ત્યારે જે આનંદ આવે તે આનંદ તો દીકરીના મિની સ્કર્ટ પહેરીને પણ ન આવે. ચહેરાનો મેકઅપ , ટૂંકા કપડાં , દોડધામ, પાર્ટીને સોશિયલ સર્કલમાં ઉઠબેસ અભી તો મૈં જવાન હું ફીલ કરાવવા પૂરતા છે પણ હકીકત કઈંક ઔર જ હોય. ચહેરાની કરચલી , આંખના કાળા કુંડાળા મેકઅપ નીચે આસાનીથી છૂપાવી શકાય પણ જયારે પગના અંગૂઠાને અડી ન શકાય ત્યારે મનોમન તો સમજાય જાય આખી વાત. અલબત્ત, ઉંમર થાય કે માંદગી પછી ચાલવા આવનાર લોકો ઓછા હોય, બલ્કે ફિટનેસ માટે સજાગ લોકો માટે વૉક રોજની પૂજાપાઠ જેટલો જ મહત્વનો છે. ઇવનિંગ વોકરની પણ અજબ દુનિયા છે. એકબીજાને ઓળખાતાં ન હોય છતાં રોજ સામસામે થઇ જતાં ચહેરાં જાણીતા થઇ જાય. નામ ખબર ન હોય પણ ચહેરાની ઓળખને કારણે સામસામે થઇ જવાથી અડધા સેન્ટિમીટરનું સ્માઈલ આપી પોતાની રફ્તારમાં ગૂમ.સિરિયસ વોક કરનાર લોકો એ સમય દરમિયાન વાત કરવાનું ટાળે છે કારણ કે સ્પીડ ઓછી થઇ જાય , એટલે કેલેરી ઓછી બળે.મોટાભાગના લોકો ફોર્ટી પ્લસ હોય. યુવાનિયાના ટોળાઓ ની વાત જ ન કરવી રહી. સેલ્ફીમગ્ન લોકોને હાજી કોઈ કસરતની જરૂર પણ ન વર્તાતી હોય એટલે ચાલે. વાત છે કઈ ઉંમરે કેવી એક્સરસાઇ

Just Chill Chill Chill

છબી
  યાદ છે જુલાઈ મહિનાની એક પોસ્ટ ? મિત્ર સુનિલ મહેતાના પ્રવાસપ્રેમ તથા 60ના મુકામે પહોંચ્યા પછી પણ જીવનને જોવાનો અભિગમ  .... એ વિષે વાત કરી હતી, અને ત્યારે કહેલું કે કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ? એટલે વાત કરી હતી જુસ્સાની.પોતાની સાથે કરેલ કમિટમેન્ટની. એ હવે રિપીટ કરવી નથી. એ પોસ્ટમાં એમને યોજેલી ષષ્ઠિપૂર્તિની પાર્ટીમાં મહાલવા જવાની વાત લખી હતી. પૂરી વાત હવે ઉત્તરાર્ધમાં. અમેરિકાવાસી દીકરાએ પૂછ્યું , ડેડી , બર્થ ડે માટે શું પ્લાન છે?  'પૌત્ર સાથે રમીને ઉજવવાનો બીજો શું હોય ? ' આ જવાબ હતો સુનિલભાઈનો.  આ જવાબ દીકરા ચિરાગ અને અને અમેરિકન વહુ જુલિયેટે ,દીકરી કઈ રીતે ઉજવ્યો એ માટે યુટ્યુબની લિંક તો છે પણ પેપર ફોડી જ નાખીએ.  પૂરાં  44 કલાકના ટ્રાવેલિંગ પછી દીકરોવહુ  માત્ર ચાર દિવસ માટે કલકત્તા આવ્યા માત્રને માત્ર પોતાના ડેડીને રમાડવા માટે,  દીકરાએ  કહ્યું આ વર્ષે તમે અહીં આવો ને પૌત્રને રમાડો એના કરતાં  અમે ત્યાં આવીને તમને રમાડીએ  .  આ આધુનિક શ્રવણને ખબર હતી  પિતાના પ્રવાસપ્રેમની , તેમના વિશાળ ફ્રેન્ડ સર્કલની.  1