ચાલ એવા મુંબઈમાં જઈએ
કાશી , લાહોર ને ઓપેરાહાઉસવાળું મુંબઈ તાજેતરમાં જ જેમનું અવસાન થયું તે નામાંકિત ફિલ્મમેકર કૃષ્ણ શાહની વર્ષો પૂર્વે એક ફિલ્મ આવી હતી , સિનેમા સિનેમા . એમાં હિન્દી ફિલ્મોની ચડતી પડતી અને એ વિષયક માહિતી સાથે એક સીન હતો ઓપેરા હાઉસ થિયેટરનો . આજની જેમ ત્યારે મલ્ટીપ્લેક્સ કલચર તો હતું નહીં. વન સ્ક્રીન થિયેટરના યુગમાં એક જમાનાના જાજરમાન આ ઓપેરાહાઉસ થિયેટરની જે કંગાળ હાલત હતી કે અત્યારે એ જોઈને તો મનાય નહીં કે એક જમાનાના જાજરમાન યુગનો આવો સમય પણ હોય શકે. પણ, ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ તો કુદરતી ક્રમ છે. એ જ ન્યાયે અત્યારે એ જ ઓપેરા હાઉસ ફરી એના સુવર્ણકાળના દૌરમાં આવી ચૂક્યું છે. થોડા વર્ષો જોવી પડેલી પનોતી એના રિનોવેશનમાં ધોવાઈ ચૂકી છે. બ્રિટિશકાળ દરમ્યાન મુંબઈને મળેલા જાજરમાન સ્થાપત્યો પૈકી એક છે રોયલ ઓપેરા હાઉસ. ભારતભરમાં એક કહી શકાય એવું .જેનો શિલાન્યાસ થયો હતો 1909માં, બોમ્બે પ્રેસિડેન્સીના સમયમાં , અને માત્ર બે વર્ષમાં એનું ઉદ્ઘાટન ? ન મનાય પણ વાત થોડી જુદી છે. હવે સ્વાભાવિક છે કે નિર્માણ કાર્ય પૂરું થવું અશક્ય હતું ને 1911માં કિંગ જ્યોર્જ પાંચમા , જેને ગુ