અંતહીન અંધકાર ...

આપણે જયારે પણ વિશ્વની ઐતિહાસિક તારાજી ,બળવો કે ક્રાંતિની વાત વિષે વિચારીએ ત્યારે મૂળ તપાસતાં નજરે ચઢે તેમના સત્તાધીશ દ્વારા અખત્યાર કરાયેલી પોલિસીઓ , નીતિ કે કુશાસન, ગેરવહીવટ . એ પછી અહંકારમાં લેવાયેલા નિર્ણય હોય કે વૈચારિક દરિદ્રતાને કારણે દીર્ઘદ્રષ્ટિ વિના લેવાયેલ તઘલખી નિર્ણયો. તઘલખી શબ્દની ઉત્પત્તિ વિષે મૂળમાં આ જ કારણ છે. કિતાબ કથામાં ચીનના સાહિત્ય વાંચવા વિશે વાંચવાની વાત થઇ ત્યારે દ્વિધા એ હતી કે વાંચવું શું ? જે સંસ્કૃતિએ કાગળની શોધ કરી હોય ,સાતથી વધુ ભાષા મુખ્ય લેખાતી હોય ને મોટાભાગે ચિત્રલિપિ એમાં શું વાંચવું ? છેલ્લે થયું કે એવું કશુંક વાંચવું જે માત્ર વાર્તા તત્વ સુધી સીમિત ન હોય પણ ખરેખરા ચીન વિશે પ્રકાશ પાડી શકે. એટલે પસંદગી ઉતારી સમકાલીન લેખક પર. મા જિન એવા એક ક્રાંતિકારી લેખક છે. ચીનમાં જન્મીને શિક્ષિત થયેલા આ લેખક તો વ્યવસાયે એન્જિનિયર. કોઈ ઠીકઠાક નોકરી કરતા હતા પણ સ્વભાવને રાશ નહોતું આવતું. વળી શોખથી પેઈન્ટિંગ્સ બનાવતા, ટ્રાવેલ ખુબ કરતા એમાં સમાજને ,ખાસ કરીને સરકારી દમનને નિકટથી જોવાનો મોકો મ...