પોસ્ટ્સ

જુલાઈ 14, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નામ જેટલું જ મનોહર ગુણકારી : કૈલાશપતિ

છબી
આપણી આસપાસ હોવા છતાં ક્યારેય ધ્યાન ન ખેંચી શકતા થોડાં તત્વ એવા હોય છે કે હાથ પર જરા ફુરસદનો સમય હોય અને ભૂમિ અજાણી હોય તો એકદમ મનને આકર્ષી જાય છે. એવું જ થયું કલકત્તામાં બેલુર મઠની મુલાકાત સમયે  . બેલુર મઠ વિષે લખાયું પણ ઘણું છે , લોકો પાસે જાણકારી પણ હોય જ છે પણ ચોખ્ખાચણાંક કોમ્પ્લેક્સમાં હરિયાળો વૈભવ બેલુર મઠના પથ્થરોને એક નવી આભા બક્ષે છે. કદાચ વરસાદની મોસમ હોય કે પછી ત્યાંની ભેજવાળી હવા, વનરાજી એટલી તાજી જાણે સવારે જ ખીલી મહોરી હોય. બેલુર મઠની વિઝિટમાં સૌથી વધુ ધ્યાન આકર્ષ્યું હોય તો એક સુંદર , ઊંચા વૃક્ષે. નામ એનું કૈલાશપતિ કે પછી શિવકમળ. આ વૃક્ષ પહેલા ક્યાંક જોયું છે તેમ  લાગી તો રહ્યું  હતું પણ અસ્પષ્ટરૂપે. બરાબર યાદ નહોતું આવી રહ્યું  . આ કૈલાશપતિ નામ તો પછી મળ્યું પણ ત્યાંના સ્થાનિકો એને નાગલિંગા કે શિવલિંગ વૃક્ષ તરીકે ઓળખતા હતા. એનું કારણ એટલું જ કે ફૂલનો આકાર શિવલિંગની ઉપર નાગની ફેણ હોય તેવો છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં શિવમંદિર હોય ત્યાં આસપાસના વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળશે  .  બેલુર મઠમાં કદાચ આધ્યાત્મિક વાતાવરણમાં આ વૃક્ષ એટલી સુંદર છે કે જોનાર બે ઘડી અચ