Posts

પારોની પરિક્રમા : ભૂતાન ડાયરી 3

Image
પારોમાં અમારી હોટેલ શહેરથી દૂર એક શાંત જગ્યા પર હતી. અમારા ગાઈડના કહેવા પ્રમાણે દૂર , જે આપણા માટે લગભગ એક કિલોમીટર અંતર પણ ન કહેવાય. અમે હોટેલ પર જઈને જોયું તો એ હતી ડાંગરના ખેતરો વચ્ચે. જ્યાં જુઓ ત્યાં નજરે ચઢે લહેરાતો ડાંગરનો પાક અને ગિરિમાળા. સાથે નીલરંગી આકાશ અને સોનેરી સૂર્યપ્રકાશ, જાણે પિક્ચર પરફેક્ટ.  તે સાથે જ સ્વાગત થયું મિલ્ક ચા સાથે. જે આપણી ચા હોય તેવી જ પરંતુ યાકના દૂધમાં બનેલી હતી અને તેમાં ઉપરથી મેળવાયો હતો તજનો ભૂકો. એટલી રિફ્રેશિંગ ચા   હતી કે જે બનાવવાનો પ્રયત્ન ઘરે આવીને કર્યો તો ધારી સફળતા ન મળી. કદાચ મૂળ તત્વ હશે થાક. આખા દિવસની મુસાફરીના થાકને કારણે તે આટલી તાજગીસભર લાગી હશે એવું માની લઉં છું.   બીજી સવારે અમારા   અન્ય સાથીઓ   ખૂબ વહેલી  સવારમાં વિશ્વપ્રસિદ્ધ ટાઇગર નેસ્ટની રોમાંચક અને કપરા ચઢાણવાળા ટ્રેક પર નીકળી જવાના હતા તે તો નક્કી હતું. ને અમારો પ્લાન પણ સેટ હતો. થકવી નાખનાર ટ્રેક કરવા કરતાં   નક્કી કર્યું હતું કે પારોભ્રમણ કરવું. પ્લાન પારો શહેરની સ્થાનિક ધરોહર , ઇતિહાસ અને ત્યાંના આકર્ષણોને ખૂબ જ શાંતિથી અને નજીકથી માણવાનો...

પારો : પહાડ, પાણી ને પવિત્રતાનો સંગમ, ભૂતાન ડાયરી 2

Image
દુનિયાભરમાં મશહૂર એવી આ ટાઇગર  મોનેસ્ટ્રી સુધી પહોંચવા માત્ર શ્રદ્ધા નહીં શક્તિ પણ જોઈએ. વહેલી સવારે અમારે ફુટશેલિન્ગથી પારો જવાનું હતું . પહેલેથી તાકીદ કરવામાં આવી હતી કે સમયસર નીકળવું જરૂરી છે . અમારી ગાઈડ સોનમ આખી ટ્રીપ દરમિયાન અમારી સાથે રહેવાની હતી . તરવરાટભરેલી યુવાન સોનમ ખુશખુશાલ ચહેરે અમને તેના ખાસ પ્રકારની   હિન્દીમાં વાતો કરતી રહી . તેના આ પ્રકારના હિન્દી સાંભળીને અચરજ તો થયું પણ એ વાતનો રહ્સ્યોસ્ફોટ તેણે પોતે જ કરી દીધો . ભૂતાનમાં આપણી હિન્દી સિરિયલોના પ્રતાપે ત્યાંની પેઢી હિન્દી બોલી શકે છે . માત્ર સોનમ જ નહીં ડ્રાઈવર ને અન્ય લોકો પણ ફાંકડું હિન્દી બોલી રહ્યા હતા .   ભારતીય   સરહદને અડીને આવેલા ગેટ - વે સમાન કૂટશેલિન્ગથી શરૂ કરીને સાંસ્કૃતિક નગરી પારો સુધીનો પ્રવાસ   માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનો પ્રયાસ   નથી . તેમની સંસ્કૃતિ , જીવનશૈલી અને ખાસ તો તેમની માનસિકતાને નજીકથી અનુભવવાની એક સફર છે . આશરે ૧૪૦ થી ૧૬૦ કિલોમીટરની સફર એક આલ્...