પોસ્ટ્સ

ઑક્ટોબર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ટ્રીપ વંડરલેન્ડની

છબી
ટર્કી : એશિયા યુરોપને જોડતી કડી  થોડાં સમય પહેલાં મિત્રે મોકલેલી ચેઈન મેઈલમાં દુનિયાની મોસ્ટ ફેસિનેટીંગ લેખાતાં ખૂબસૂરત લોકેશનના ફોટોગ્રાફ્સ હતા. જેમાં નોર્થ પોલ પર થતી અદભૂત કુદરતી પ્રકાશવર્ષાથી લઇ નોર્વેના મધ્યરાત્રીએ પ્રકાશમાન સૂર્ય શામેલ હતા. એક ધ્યાન ખેંચે એવું પિક્ચર હતું રૂની અટારીઓ હોય તેવી હારમાળાનું.એ ફોટોગ્રાફ ન જોયો હોય તો એની કરામત સમજાવી મુશ્કેલ છે. પર્વત પર ઉતરતાં ઢાળ પર છીછરી રકાબી જેવી અટારીઓ, તે પણ જાણે કે બરફથી કવર થઇ હોય તેમ અને એમાં ભરાયેલું છલોછલ નીલરંગી પાણી જાણે આકાશના ટુકડાં ચોસલાં પાડી ગોઠવ્યાં હોય તેમ જ. આ અદભૂત ચિત્ર નીચે ઉલ્લેખાયેલી વિગત હતી માત્ર એક લીટીની. એક ફોટોગ્રાફ જોઇને ત્યાં એક વાર જવું એવો વિચાર આવેલો પણ એવો બળવત્તર નહીં કે તરત પ્લાનિંગ શરુ કરવું, બલકે એવો વિચાર ખરો કે વિશલીસ્ટમાં આ પ્લેસ પણ ટોપ બાદાન પર મૂકવા યોગ્ય ખરી. ત્યારે લગીરે ખ્યાલ નહીં કે આ પ્લાન આટલો જલ્દી એકશનમાં આવી જશે , એટલે જ જયારે ટર્કીની ટુર પ્લાન કરતી હતી ત્યારે ઇસ્તંબુલ સાથે કોટન કાસલ યાદ આવ્યું પણ એનું મૂળ નામ શું એ તો વિસરાઈ ચૂકેલું. સ્મરણમાં હતી માત્ર સ્ક્રીન પર જોયે

આજની મન્નત ગઈકાલની વિલા વિયેના

છબી
જે લોકો ફિલ્મ ગોસીપના રસિયા છે એ લોકો તો જાણતાં જ હશે કે શાહરુખ ખાનને કોઈ એડ કેમ્પેન સાઈન કરાવવા એજન્સીઓ શું ટ્રીક કરે છે. જેમ કે એક નામાંકિત  ટીવી ને મોબાઈલ નેટવર્કની એડ મન્નત  બંગલામાં શૂટ થઇ છે. એડનું શુટિંગ જ શાહરુખના “મન્નત”માં હોય તો કિંગ ખાન ખુશ. કારણકે, શાહરુખના નિવેદન પ્રમાણે ઘરમાં જ શુટિંગ થતું હોય તો લોકેશન પર જવા આવવાનો સમય બચે. પત્ની ગૌરી અને બાળકો સાથે ટાઇમ મળે. અને હા,લોકેશનનું ભાડું તો વસૂલાય જ ને વળી જે વાત કિંગ ખાન ક્યારેય નથી બોલતો, પણ આ તમામનું આયોજન તેણે બંગલાનું ઇન્ટીરીયર કરાવતાં પ્લાન કરેલું. ઉપરના બે ફ્લોર અને ટેરેસ એડ શુટિંગ માટે છે. એમ તો SRKના જમ્બો સ્વિમિંગ પુલ પર પણ એડ શૂટ થઇ છે. શાહરુખે આ જગ્યા ખરીદી તો હતી ૨૦૦૧માં , પરંતુ તેને તૈયાર થતાં ૩ કે ૪ વર્ષ લાગેલા. ૬ લેવલમાં વહેંચાયેલી આ વિલામાં અત્યારે આ મન્નતમાં સ્વિમિંગ પુલથી લઇ શાહરુખની ઓફિસ, પર્સનલ જિમ , લાઈબ્રેરી ,બાળકો માટે ફળવાયેલો એક આખો માળ, અને બોક્સિંગ રિંગ પણ છે. એ વાત જુદી છે કે વિશ્વભરમાં રહેલાં શાહરુખના ફેન્સ આ વિલાના પુલ થી લઇ ડાઈનીંગ હોલના પિક્ચર્સ જોઈ ચુક્યા છે પણ કદાચ તેમને ખબર