Posts

Showing posts with the label #Kashmir #kashmirvalley

પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ , સુરમઈ ઉજાલા હૈ ચંપઈ અંધેરા હૈ....

Image
           માર્તંડ મંદિરની મુલાકાત પછી અમારે પહોંચવાનું હતું પહેલગામ. જ્યાં પહોંચવાનો રસ્તો સફરજનના બગીચાઓ વચ્ચેથી ગુજરે છે.  પહેલગામ નામને કોઈ પરિચયની જરૂર નથી. તે કાશ્મીરના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોમાંનું એક છે, જ્યાં  શિયાળો હોય કે ઉનાળો, પાનખર કે વસંત કાશ્મીરના શ્રીનગરની જેમ વર્ષભર પ્રવાસીઓ આવે છે.  પહેલગામ પ્રવાસનો એક ભાગ ન હોય ત્યાં સુધી કાશ્મીરની કોઈ સફર પૂર્ણ થતી નથી. આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા  પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે . શ્રીનગરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું, પહેલગામ લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને નૈસર્ગિક જલસ્તોત્ર માટે જાણીતું છે. જુલાઈ અને ઓગસ્ટમાં અહીંથી શરૂ થતી અમરનાથ યાત્રાની વાર્ષિક યાત્રા અહીંથી શરૂ થાય છે એટલે નાની મોટી હોટલોનો પાર નથી.  બેતાબ વેલી કદાચ પહેલગામમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. તે મુખ્ય શહેરથી લગભગ 7 કિલોમીટરના અંતરે ચઢાવ પર છે. આ હરિયાળું મેદાન હિમાલયની બે પર્વતમાળા  પીર પંજાલ ને ઝંસ્કારની મધ્યમાં છે.  પહેલગામમાં જ્યાં જાવ ત્યાં લિદ્દ...

જ્યોતિ કલશ છલકે..

Image
1200 વર્ષ પૂર્વેની ધરોહરની સાબિતી છે માર્તન્ડ સૂર્ય મંદિર  રળિયામણું દક્સમ સવારે છોડવાનું કારણ હતું. જવું હતું બીજા એક સ્થળે, સિંથન ટોપ. એ પણ માર્ગન ટોપ જેમ જ, જે કિશ્તવર થઈ અને ભારત પાકિસ્તાન સીમા પર આવેલા સંખ્યાબંધ  ગામને અનંતનાગ જિલ્લા સાથે જોડે છે. ઊંચાઈ માર્ગન જેટલી નથી પણ તો ય 12000 ફિટ ખરી. ત્યાં સુધી પહોંચવા માટે સહેલાણીઓ એ અગાઉથી પરમિશન લેવી જરૂરી છે.  સામાન્યરીતે આ વિસ્તારોમાં સહેલાણીઓની એન્ટ્રી પ્રતિબંધિત છે, જવું હોય તો અગાઉથી પરમિશન લેવી જરૂરી છે. અમારી પાસે જરૂરી પરમિશન હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા  વાનને રોકવામાં આવી. એક ડીએસપી કક્ષાના ઓફિસરની મધ્યસ્થીથી કાફલો આગળ વધ્યો.  સિંથન ટોપ પરથી દૂર સુધી વિસ્તરેલી ખીણ, સર્પાકાર રસ્તા જોઈને ધરાયા નહોતાં ત્યાં તો હળવા છાંટા વરસ્યા. વેધર ચાર્ટે આગાહી તો કરી હતી. સૌ સજ્જ પણ હતા. હજુ કોઈ વિન્ડચીટર બહાર કાઢે એ પહેલાં વાદળ હટી ગયા અને ફરી સોનેરી સૂર્યપ્રકાશવાળો દિવસ ખુલી ગયો. એક નાની ટપરી જે ખુલવાની તૈયારીમાં હતી ત્યાં કાવાનો પ્રોગ્રામ થઈ ગયો. કાશ્મીરમાં હો ને કાવો ન પીઓ તે તો બહુ નબળી વાત. કાશ્મીરી કાવાથી અપરિ...