Posts

Showing posts from September 10, 2021

કશ્મીર ડાયરી : કશ્મીર કોલિંગ ......

Image
#Kashmir Diary #PinkiDalal  શ્રીનગરથી પહેલગામ જતો રસ્તો કેસર અને ડાંગરના ખેતરોમાં વચ્ચેથી પસાર થાય છે. એમ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય..  કોઈક ફંક્શનમાં રોટરી ફ્રેન્ડ ભારતી ભતીજા એ એમ જ પૂછ્યું : ચલ ,આતી હૈ કશ્મીર ?  ભારતીને પણ અંદાજ નહીં હોય કે હું  પલક ઝપકાવ્યા  વિના બીજી જ ક્ષણે હા પાડી દઈશ.  ને બની ગયો અમારો કશ્મીર પ્રોગ્રામ. જનાર હતા ભારતી અને તેની એક ફ્રેન્ડ , ત્રીજી હું. જો પાર્ટનર શોધું તો ચાર થઇ જાય.  મારે માટે મૂંઝવણ હતો છેલ્લી ઘડીએ કોને શોધવા જવું ? એટલે નક્કી કર્યું ચોથું કોઈ જોઈતું નથી. આપણે ત્રણ ઠીક છે. આ વાત થઇ સવારે અને બીજી સવારે ખબર પડી બીજા એક નહીં પાંચ મિત્રો થનગનતી ઉભી છે કાશ્મીર જવા માટે. એટલે અમારો સંઘ થયો કુલ 8 મૈત્રિણીઓનો.  કશ્મીર મારા માટે હંમેશ ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે. બાળક હતા ત્યારે હિન્દી ફિલ્મોમાં જોયેલા કશ્મીર કરતાં હજારગણું સુંદર હોવાની વાત તો 1996માં જયારે  ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે સમજાઈ.  સ્કૂલમાં હતા ત્યારે કશ્મીર જવાનો મોકો...