પોસ્ટ્સ

સપ્ટેમ્બર 16, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

એ સાંજ ગુલમર્ગને નામ

છબી
જમવા પહેલાં જ ડિઝર્ટ ખવાઈ જાય તો પછી જમવામાં રસ રહે ? એવી સ્થિતિ અમારી હતી. બુટા પારથીની મુલાકાત પછી મન અપરિચિત પ્રસન્નતાથી ભરાઈ ગયું હતું. હવે કશું જોવામાં ખાસ રસ પડશે નહીં એવું મને સજ્જડપણે લાગી રહ્યું હતું. પણ, અમારા સાથીઓને હજી થોડું ઘૂમવું હતું. હાથ પર સમય તો હતો જ. અમે રૂખ કર્યો સમર પેલેસનો.  ગુલમર્ગમાં ડોગરા ડાયનેસ્ટીના રાજવીઓનો સમર પેલેસ એકદમ ખરાબ હાલતમાં છે એવું તો નથી પણ જેવી જાળવણી થવી જોઈએ એવી નથી થઇ.  મહેબૂબા મુફ્તી ચીફ મિનિસ્ટર હતા ત્યારે એનું રિસ્ટોરેશન કામ થયું હતું એવું જાણ્યું. હવે એ પેલેસ મ્યુઝિયમમાં તબદીલ થયો છે અને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે.  ચાલીસ રૂપિયાની ટિકિટ લઈને પ્રવેશ આપવામાં આવે છે. અમે ગયા તો ખરા. મનમાં હતું જમ્મુમાં જે પેલેસ છે એવો તો મહેલ હશે જ . પણ, આશા ઠગારી નીકળી. આ સમર પેલેસ હતો. એટલે કે ડોગરા રાજવી માટે શિકાર માટે  ગરજ સારનાર નાનકડો મહેલ.  આપણે હંમેશ મહારાજાઓના મહેલ ને રાજવી નિવાસની વાતો સાંભળીયે છીએ પણ એ વિષે, એ પાછળની સ્ટોરીઓ ભાગ્યે જ જાણવાની દરકાર કરીએ છીએ. ખરેખર તો એમની મરામત અને દેખરેખ એટલી ખર્ચાળ હોય છે કે રાજવીઓને એ નિભાવતાં