૬૦૦ વર્ષ પુરાણી પ્રેમકહાની ૨૫૦ વર્ષ પહેલાં લેખકે લખી


લેઝી સન્ડે હોય, મૂડ ઠેકાણે ન હોય તો પછી શું થઇ શકે?
બોઝિલ બપોરે ચાની ચૂસ્કી સાથે બે વિકલ્પ બચે એક પુસ્તક ને બીજું ટીવી.  થેન્ક્સ ટુ યુ ટ્યુબ ને નેટફ્લિક્સ ને અન્ય ઓટીટી પ્લેટફોર્મ.
યુ ટ્યુબનો ફાયદો એ એ ખરો કે જૂના પુરાણાં નામ સુધ્ધાં વિસરાઈ ચૂક્યા હોય તેવા સદાબહાર ગીતો ને ફિલ્મ જોવા મળે ખરા.
વારંવાર સાંભળવાનું મન થાય એવા સદાબહાર ગીત જે રીતે ફિલ્માવાયા હોય એ જોઈને થોડી માયૂસી તો થાય પણ મજા ય પડે.

નવી ટેક્નોલોજી સામે હાર માનતી ઘણી બધી વાતો માની  પણ લઈએ તો પણ વાસ્તવિકતા સ્વીકાર્ય વિના છૂટકો નથી.
એવી એક ફિલ્મ હીર રાંઝા , આખી ફિલ્મ પદ્ય સ્વરૂપે લખાઈ હોય તેવું કદાચ એક જ વાર બન્યું છે. આ માહિતી ખોટી હોય તો જાણકારો ધ્યાન દોરે પ્લીઝ. ગીતકાર કૈફી આઝમી એ દિલ નીચવી દઈને સંવાદો લખ્યા છે ને એવું જ કામ કર્યું છે મદન મોહને પોતાના સંગીતથી.

થોડાં વર્ષ પૂર્વે આ ગીત જોયેલું ત્યારે પણ એટલું જ રોમેન્ટિક લાગ્યું હતું જયારે યુવાનીમાં લાગ્યું હતું. આજે પણ એનો પ્રભાવ બરકરાર છે.

જોવાની ખૂબી તો એ છે કે હીર રાંઝા પર એક નહીં લગભગ પંદર જેટલી ફિલ્મો બની છે , ચાર હિન્દી , બે પંજાબી બાકીની પાકિસ્તાની પણ આજે જો કોઈ ફિલ્મ યાદ હોય તો ચેતન આનંદની રાજકુમાર ને પ્રિયા રાજવંશવાળી , નહીં કે અનિલ કપૂર ને શ્રીદેવીની.



ચેતન આનંદની એક બહેતરીન ફિલ્મ, રાજકુમાર જેવો સશક્ત હીરો ને પ્રિયા રાજવંશ જેવી અતિશય નબળી હિરોઈન, 1970માં આવેલી ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવાનો આગ્રહ ચેતન આનંદે રાખ્યો હતો પણ થોડી ગરબડ એ છે કે આ ૬૦૦ વર્ષ પુરાણી પ્રેમકહાની મૂળ ૨૫૦ વર્ષ પહેલાં લેખકે લખી હતી જેમાં ગામની વાત કરી છે તે તખ્ત હઝારા એ આજનું પાકિસ્તાનના પંજાબનું સરગોધા જિલ્લાનું ગામ  , અને હીરનું ગામ જંગ આજે પણ ત્યાં હીર રાંઝા મઝાર છે ,

રાંઝા બનેલાં રાજકુમારને જોગી વેશમાં યે દુનિયા યે મહેફિલ યે મહેફિલ.. ગાતાં જોઇને મોટાભાગના ઇન્ડિયન ઓડીયન્સે પંજાબી હિંદુ સ્ટોરી માનેલી જે ખરેખર મુસ્લિમ સ્ટોરી છે અને મૂળ કહાનીમાં ટવીસ્ટ  પણ ત્યાં જ છે કે ઘણાં મતમતાંતર પ્રમાણે જે સંજોગમાં હીરના નિકાહ અન્ય કોઈક શખ્સ સાથે થાય છે તે શરિયત કાનૂન પ્રમાણે ગેરકાયદે લેખાવી હીરના સાસરિયાં જ હીરને રાજીખુશી રાંઝા સાથે જવાની હા પાડે છે. 



ઘણાં પાકિસ્તાની અવતરણો પ્રમાણે એ જ વાત સાચી છે પણ બે દાયકા પછી જન્મેલા વારીસ શાહ જે બુલ્લેશાહના સમકાલીન લેખાય છે એમણે પોતાની જીવણીના થોડા તાર આ આખી કહાનીમાં જોડીને એક કરુણાંતિકાને જન્માવી છે, વારીસ શાહ પોતે ભાગમરી (હિન્દૂ કન્યાના) નામની યુવતીના પ્રેમમાં હતા અને જેનો અંત સુખદ નહોતો .


એની વે ,  એ સાથે ઝાઝી લેવાદેવા ન રાખીએ તો હીર રાંઝા વિષે તો ઘણી બધી સ્ટોરીઓ છે. એક સ્ટોરી તો એમ કહે છે હીર રાંઝાનું પ્રેમ પ્રકરણ પ્રકાશમાં આવવાથી હીરને બીજા કોઈ સાથે પરણાવી દેવામાં આવે છે, એ પછી રાંઝા દીવાનો થઇ જંગલમાં ભટકતો હોય છે ત્યારે એને ગુરુ ગોરખનાથનો ભેટો થાય છે જેઓ રાંઝાને કાન વીંધીને ગુરુમંત્ર આપે છે ને રાંઝા જીવનભર જોગી બની જાય છે. 

સાચી કહાની કઈ છે કહેવું મુશ્કેલ છે. પણ પ્રેમકહાની લાજવાબ છે. ફિલ્મના ડાયલોગ્સ અને ગીત સંગીત પર વારી જવાય, ડાયલોગ્સ ખાસ કારણકે કૈફી આઝમીએ તમામ સંવાદ પદ્ય સ્વરૂપે લખ્યા છે . ગીતમાં આ ગીત ખરેખર કેફ ચડાવી દે અને એમાં બાકી હોય તેમ મદન મોહનજી નું સંગીત ....


કદાચ આપણને આ ગીત, ફિલ્મ સદાબહાર લાગે એનું કારણ એ સમય સાથે જોડાયેલી યાદ પણ હોય શકે. મનના કોઈક ખૂણામાં કોતરાઈ ગયેલી વાત સ્થૂળ શરીર તો વિસારે પાડી ચૂક્યું હોય પણ ગીત શરુ થાય ને મન ભાવવિભોર થઇ જાય એનું એક કારણ મગજ જે ચોક્કસ પ્રકારના ન્યુરૉન્સ ફાયર  કરે એ પણ હોય છે. પણ એ બધી જ્ઞાનવિજ્ઞાનની વાત કરવા ને બદલે સીધી ને સટ રીતે કહેવું હોય તો યુવાનીમાં પ્રવેશનો સમય , એ વખતે એ ગ્રેડ હોય કે સી ગ્રેડ પણ કોઈક ફિલ્મો, કોઈક સંગીત એટલું જબરદસ્ત છાપ છોડી ગયું હોય કે આજે ચાર દાયકા પછી સાંભળીએ તો ટાઈમ મશીન આપણને એ સમયમાં લઇ જઈ મૂકી દે ખરૂં. 




मेरी दुनियाँ में तुम आयी, क्या क्या अपने साथ लिये
तन की चाँदी, मन का सोना, सपनोंवाली रात लिये

तनहा तनहा, खोया खोया, दिल में दिल की बात लिये
कब से यूँ ही फिरता था मैं अरमां की बारात लिये

ढलका आँचल, फैला काजल, आँखों में ये रात लिये
कैसे जाऊँ सखियों में अब तेरी ये सौगात लिये

सीने की ये धड़कन सुन ले न कोई
हाय हाय हाय देखे ना कोई
ना जाओ, ना जाओ
हटो, हटो, डर लगता हैं 
सुनो, सुनो,
डर लगता हैं
दिल में कितनी कलियाँ महकी, कैसे कैसे फूल खिले
नाजूक नाजूक, मीठे मीठे, होठों की खैरात लिये

चाँद से कैसे आँखे मिलाऊँ
बाहों में आओ तुमको बताऊँ
बस भी करो, अब ना डरो, रात हैं ये अपनी

पायल छनके, कंगना खनके, बदली जाये चाल मेरी
मंजिल मंजिल चलना होगा, हाथों में अब हाथ लिये

થોડાં મુખડાં ફિલ્મી ગીતમાં નથી સમાવાયા ... તે પણ અહીં છે. અને સાથે ગીત માણવું હોય તો યુટ્યુબ પર છે ...

मेरी नजर ने हुस्न का जादू जगा दिया
तुझ को सजा के और भी कातिल बना दिया
शरमाती हैं क्यों आज मेरी बाहों में आ के
ले जाऊँगा एक दिन तुझे डोली में बिठा के

डोली से मैं जब उतरूंगी हैरान ना होना
मर जाऊँ ख़ुशी से तो परेशान न होना

दूरी कभी पल भर को गवारा ना करेंगे
गर जी ना सके साथ तो हम साथ मरेंगे

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen