પોસ્ટ્સ

માર્ચ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બિછડે સભી બારી બારી

છબી
સમય સાથે સમાચાર પણ કેવાં કવન પહેરીને આવી જાય છે.  એક સમય હતો જ્યારે પહેલીવાર છૂટા પડવાની પીડા જરાતરા અનુભવાતી લાગી હતી. સ્કૂલમાં ઘણી સખીઓના સગપણ 12માં ધોરણમાં ત્યારે થવાનું શરૂ થયું.  લગ્ન તો ભણી રહે પછી કે ત્રણ ચાર વર્ષે કરવાનું નક્કી થતું. એ સમાચાર આવે તે સાથે એને વારંવાર મળવાની મનાઈ. ફક્ત સગપણ થયું હોય  પણ સખી સાસરવાસી. એને પોતાનો સમય ભાવિ ભરથાર સાથે ભાવિ સાસુને રસોઈકળામાં કેટલી પ્રવીણ છે એ દર્શાવવામાં પૂરો. એટલે સગપણ થાય ત્યાં મૈત્રી પર પૂર્ણવિરામ. એ પછી સમય આવ્યો સહુના લગ્નજીવન અને બાળબચ્ચાના સમાચારનો. કોને શું છે. કઈ નર્સરીમાં એડમિશન થઈ ગયું. એ પછી પતિની પ્રગતિ, પોતે વર્કિંગ વુમન હોય તો ઓફિસ politics સમાચારોમાં સમય વહી જાય છે. આંખ મીંચીને ખોલી હોય તેમ સંતાનોના વિવાહ, બાળકના સમાચાર શરૂ થઈ જાય. આ બધું સામાન્ય લાગ્યા કરતું હતું પણ ગયા વર્ષથી સ્થિતિ બદલાઈ ગઈ. અચાનક જ ગમતાં મિત્રો, સ્નેહીઓની exit ના સમાચારે જિંદગીને એવો ભૂખરો રંગ દેખાડી દીધો જેની કલ્પના સપને કરી નહોતી. હદ ક્યારે થઇ રહી છે ખબર છે? Fb પર મિત્રોના ફોટો જોઈને આનંદ થતો હતો હવે જો હવે એ હસતો ચહેરો દેખાય તો એક ક્