પોસ્ટ્સ

નવેમ્બર 14, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દૂર ગગન કી છાંવ મેં..

છબી
 તમે મેઘાલય જાવ અને વર્લ્ડ ફેમસ લિવિંગ રૂટ બ્રિજ ન જુઓ તો શું ફાયદો ? નોંધ : આ લેખને અંતે 2014 માં કરેલા એક અનોખા અનુભવનો પીસ શેર કર્યો છે. એ છે ખરો લાઈવ રૂટ બ્રિજ. જ્યાં જવું ખરેખર ખાવાનો ખેલ નથી, અમને જો જાણ હોત તો જવાની હિંમત ન કરતે , એ શું વાત છે જણાવી હોય તો વાંચવાનો ચૂકશો નહીં.  સૂચના પૂરી :)  લિવિંગ રૂટ બ્રિજ ? એ શું છે એવો પ્રશ્ન ખરેખર તો  ન થવો જોઈએ, કારણ કે એ વિશ્વભરમાં અનોખી એવી ભારતની વિશેષતા છે. માત્રને માત્ર ભારતમાં , મેઘાલયમાં છે જેને જોવા વિશ્વમાંથી સહેલાણીઓ આવે છે.જોવાની વાત એ છે કે  તે છત્તાં સરેરાશ ભારતીય એ વિશે અજાણ છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કે ભારતીય પ્રવાસન ખાતું આ અજાયબીનો  ક્યાંય ઉલ્લેખ કરતું નથી. એ છે મેઘાલયમાં, સોહરામાં. આ સોહરા એ મૂળ ચેરાપુંજી.  આ શું ગરબડ થઈ રહી છે એમ ન પૂછશો. હકીકત એ છે કે સોહરા નામ જ ઓરિજિનલ છે. બ્રિટિશરોને બોલતાં ફાવતું નહીં એટલે સોહરાનું અપભ્રંશ થઈને નામ પડ્યું ચેરા. એમાં પુંજી ઉમેરાયું એટલે કે કેપિટલ. સોહરાનો અર્થ રાજધાની જ થાય. સ્થાનિક ખાસી અને ગોરા કોમ માટે આ રાજધાની હતી.  છેલ્લાં દસ વર્ષથી ચેરાપૂંજીનું નામ બદલીને સોહરા કરી