Posts

Showing posts with the label Customs of India

આપણે કોણ ?

Image
આજકાલ પૌરાણિક , ઐતિહાસિક સિરિયલોનો યુગ શરુ રહયો છે. સાસ બહુના ઝગડા દાયકા સુધી સહન કાર્ય પછી ઇતિહાસ જોવામાં રુચિ થઇ ત્યાં તો ઇતિહાસમાં તોડમરોડ શરુ થઇ ગઈ. પોએટિક લિબર્ટીને નામે   . હવે એ વાત હજારો વર્ષ પહેલાના ઇતિહાસનું રૂપ લઈને સામે આવી છે. જોવાની  ખૂબી એ રહેશે આ વિષે આપણી પાસે ક્રોસ ચેક કરવા , આપણી કુતુહલતા સંતોષવા માટે પણ સાચા સંદર્ભ ગ્રંથ નથી. એક જમાનો હતો જયારે એમ કહેવાતું કે હિન્દી ફિલ્મોમાં હિરોઈન મોકલવાનો ઈજારો સાઉથનો છે ને હીરો , હીરો તો પંજાબ કે ઉત્તર ભારતથી જ હોય. પૃથ્વી રાજ કપૂર ,રાજ કપૂર, દેવ આનંદ , દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર  થી શરૂ કરીને રાજેશ ખન્ના , વિનોદ ખન્ના , શશી રિશી જે બોર્ન  એન્ડ બ્રોટ અપ ભલે મુંબઈમાં થયા હોય પણ મૂળ ઉત્તરભારતના, ત્યાંથી લઈને  શાહરુખ , સલમાન ,અક્ષય  .... યાદી બહુ લાંબી છે. હા, કોઈક અપવાદ હોય શકે જેમ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોલકોત્તા, આમિર ખાન મુંબઈ ચા પોરગા  પણ મૂળ તાપસો તો પછી નવી ચર્ચાને સ્થાન મળે. આ વાત અકારણે જ ધ્યાનમાં આવી. થોડા દિવસ પહેલા change,org  foundation પર થયેલી એક અપીલને...

હાલ ને જાઈયે ગામડે

Image
એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો  .  ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી ,  પગમાં કડલાં  , માથે બેડું  ...  હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?  પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ? ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક. દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ  . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે  . જઝ્ઝર  રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો  હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની  મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે,  દિલ્હીવા...

શક્તિની ભક્તિ કે ભક્તિની શક્તિ ?

Image
તાજેતરમાં એક મિત્રે કલકત્તાથી વૉટ્સએપ પર કલીપ મોકલી  . પ્રિ ફેસ પરથી લાગતું હતું કે બાહુબલીનો થર્ડ પાર્ટ આવતો હશે પણ એક જ ક્ષણમાં ખ્યાલ આવ્યો કે ઓહ આ તો મહિષ્કાવતીનો સેટ ખાસ દૂર્ગા પૂજા માટે ઉભો થયો છે. રૂપિયા દસ કરોડ માત્ર પંડાલમાં ખર્ચાયા છે. http://www.amarujala.com/video/spirituality/very-expensive-durga-puja-pandal-made-in-kolkata-inspiring-by-bahubali  દુર્ગાપૂજાના ભવ્ય આયોજન નવરાત્રી શક્તિ પૂજનનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં પહેલા ગણેશોત્સવનો મહિમા હતો અને છે તે હવે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ વ્યાપ્ત થયો છે , ખાસ કરીને ગુજરાતમાં  . એ જ રીતે કોલકોત્તાની દેવી પૂજા છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઈમાં આવી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમી પરામાં , જ્યાં જે રીતના આયોજનો થાય છે તે જોતા લાગે કે આપણે બંગાળમાં ભૂલાં  પડ્યા છે. પવઇ દુર્ગા પૂજાનું કેન્દ્રબિંદુ છે. શરૂઆતમાં  પવઈ  બંગાળી વેલ્ફેર એસોસિએશન (PBWA ) દ્વારા પ્રયાસો શરૂ થયા પછી વર્ષોથી તેની હાજરી ઊભી થઈ છે. દર વર્ષે કઇંકને કઈંક નવા થીમ હેઠળ ભારતના સ્થાપત્ય વારસાની પ્રતિકૃતિ બનાવવામાં આવે ...

કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?

Image
દર વર્ષે શીતળા સાતમ પાસે આવે એટલે  એક વાર્તા યાદ આવી જાય. નાનપણમાં ક્યાંક વાંચી હશે કે પછી કોઈ પાસે સાંભળી હશે. વાર્તા પ્રમાણે ગામમાં નવી વહુ આવી. જેવી સાસુની સામાન્ય વ્યાખ્યા  હોય તેવી સાસુ  મળી હતી.  હવે આપણી મુખ્ય નાયિકાની એક જ તકલીફ હતી,એને કુલેર બહુ ભાવે. કુલેર એટલે ઘી ગોળમાં ભેળવેલો બાજરાનો લોટ. ઘી  તો સાસુ તાળાચાવીમાં રાખે , વહુ શું કાચો લોટ ફાકે ? સાસુની પહેરેદારી સામે વહુ ત્રાસી ગઈ.પણ કહે કોને? એક દિવસ એને ચમકારો થયો. એ ગઈ ગામમાં આવેલા માતાજીના મંદિરમાં  .ફરિયાદ કરવી તો બીજાને શું કરવી ? સીધી માતાજીને જ ન કરવી ? માતાજીને ફરિયાદ કરીને ઘરે આવી. મનમાં હતું કોઈક તો ચમત્કાર થશે ને કુલેરનો જોગ થઇ જશે, પણ પથ્થર પર પાણી. ઘી તો ચાવીબંધ કોઠારમાં  જ સચવાયેલું રહ્યું  . હવે કરવું શું ?  વહુ ખરેખર અકળાઈ , પિયરિયાં તો વાત સાંભળવાના ન હતા. (આ વાર્તા કદાચ સાત આઠ  નવ દાયકા પૂર્વેની હોવી જોઈએ , જયારે સ્ત્રીઓ આર્થિકરીતે પગભર નહોતી કે એક ઘીનો ડબ્બો પોતે લાવીને વાત પર ફૂલ સ્ટોપ મૂકે). જે કરવાનું હતું પોતે કરવાનું હતું ...