Posts

Showing posts from September 24, 2021

પથ્થર બોલે છે

Image
એક એવું ગામ જ્યાં હોય મેડીબંધ મકાનો, ઝરુખાવાળી હવેલીના અવશેષો, સુંદર દેવાલયો, સાંકડી પણ ચોખ્ખી ગલીઓ, ગામની સમૃદ્ધિ સભ્યતાનું બયાન કરતી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને આ બધા વચ્ચે આખા ગામમાં રાજ હોય સ્મશાનવત શાંતિનું, તો બધી રીતે આદર્શ લાગતાં ગામને સાવ આમ રેઢું અવાવરું અવસ્થામાં જોઇને આશ્ચર્યનો ઝટકો લાગે કે નહીં ?  જો કે હવે ભારતભરમાં તૂટતાં ગામડાની કોઈ નવાઈ નથી રહી. એ પછી કચ્છ કે ગુજરાતનું હોય કે પછી તમિલનાડુનું , પણ રાજસ્થાનના આ ગામને આવી અવસ્થામાં જોઇને નવાઈ ચોક્કસ લાગે . કારણ સાફ છે, એક તો ગામના અવશેષો જ કહે કે આ ગામની બુલંદી કેવી હશે અને સૂર્ય કેવો તપતો હશે અને એ પછી એવું તો શું અઘટિત બની ગયું કે એક જમાનામાં બિઝનેસ હબની નામના પામેલું આ ગામ એક જ રાતમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું?  Facebook પણ જાદુઈ રમકડું છે. તમે સાવ વીસરી ચૂક્યા હો ને વર્ષો પૂર્વેની રળિયામણી ઘડી અચાનક તાજી કરાવી દે. અમે આ ગામની મુલાકાત લીધી હતી સાત વર્ષ પહેલાં, પણ આજે પરિસ્થિતિમાં કોઈ ફરક નથી. તો પછી હવે  વર્ષ પૂર્વે કરેલા પ્રવાસને આજે કેમ યાદ કર્યો તેવો પ્રશ્ન થાય.  વાત એવી...