Posts

Showing posts with the label #Nagaland #NorthEast #India #IncredibleIndia #Pinkidalal

ખોનોમા : યોદ્ધા જયારે રક્ષક બને

Image
  ખોનોમા :  યોદ્ધા જયારે રક્ષક બને .. ખોનોમા,  700 વર્ષનો ઈતિહાસ ધરાવતું એક ગામ. એવું કહેવાય છે કે ભૂમિ પોતાની પર કોઈ એક કુટુંબ કે પેઢીની હકૂમત સહે નહીં. એટલે ઘર બદલનાર સમજે કે તેઓ ઘર ,ભૂમિ બદલે છે પણ એવું નથી હોતું. ઘર કે પછી ભૂમિ પોતાની મરજીથી નક્કી કરે કે કોને રાખવા ને કોને કાઢવા ...જો કે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે ખબર નથી પણ કોઈ પણ સંસ્કૃતિમાં વત્તેઓછે અંશે એ માન્યતા છે . ને આ 700 વર્ષ જુનું ગામ ?  તેમાં પણ પેઢી દર પેઢીથી ઘરમાં રહેનાર એ પ્રજા ને તેમના ગામ વિશે શું કહેવું ? ધુમ્મસભરી સાંજે આ ગામ કોઈ મોટા આડંબર સાથે સ્વાગત નથી કરતું. તે બસ હળવેકથી નજર સામે આવે છે. જેમ જેમ નજીક  પહોંચી રહ્યા હતા ત્યારે  બ્લોસમના ફૂલથી લદાયેલી ટેકરીઓ સ્વાગત કરતી હતી.  એક પછી એક  ખેતરો દેખાવા લાગે છે, જેને આપણે ટેરેસ ફિલ્ડ તરીકે જાણીએ છીએ . એ ખેતરો જે આપણે બહુધા ટીવી કે laptop ના સ્ક્રીન સેવર તરીકે જોયા છે. ઢોળાવ પર ટેરેસની જેમ ચોસલાં જેવા ખેતર કોઈ પિક્ચર પોસ્ટકાર્ડ જેવા લાગે.  કોહિમાથી લગભગ વીસ કિલોમીટર દૂર, નાગાલેન્ડનું આ અંગામી નાગા ગામ ...