या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम :

કેરનની મુલાકાત પછી અમારે જવાનું હતું શારદા પીઠ. જે કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં છે. થોડા વર્ષો પૂર્વે બનેલ નવી બનેલી શક્તિપીઠની પ્રતિકૃતિ, જે નિયંત્રણ રેખા પાસે છે. દૈદીપ્યમાન મા સરસ્વતી શારદા ...નમસ્તે શારદે દેવી કાશ્મીરીપુર વાસિની મૂળ ઐતિહાસિક શારદા પીઠ તો આઝાદ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી આશરે 150 કિલોમીટર અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 130 કિલોમીટર દૂર છે . નિયંત્રણ રેખા જે પાકિસ્તાન- અને ભારતીય-નિયંત્રિત વિસ્તારોને વિભાજિત કરે છે ત્યાં દરિયાઈ સપાટીથી 6,499 ફૂટ ઊંચાઈએ આ શારદાપીઠ છે. જેને કાશ્મીરી પંડિતો શારદા ગામમાં નીલમ નદીના કાંઠે, હરમુખ પર્વતની ખીણમાં આવેલું શિવનું નિવાસસ્થાન માને છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે આ પીઠમાં દેવી શારદાની ત્રણ અલગ-અલગ શક્તિઓનો સમન્વય છે. પ્રથમ શારદા (શિક્ષણની દેવી), બીજી સરસ્વતી (જ્ઞાનની દેવી) અને ત્રીજી વાગ્દેવી (વાણીની દેવી) છે. એક હિન્દુ માટે કે પછી કાશ્મીરી પંડિત માટે નવી શારદા પીઠનું મહત્વ જેવું તેવું નથી તો વિચારવાનું એ રહે કે મૂળ શારદાપીઠ કેવી હશે? તે ટીટવાલ ગામની બરા...