પોસ્ટ્સ

2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર

છબી
વાહ !! ક્યા બાત ! ચોર કે ઘર મોર  વિદેશોમાં ઓતરમાં ચાલવાની મજા ઘણાંએ માણી હશે પણ ભારતમાં એવું કોઈ આકર્ષણ હોય અને તે પણ લગભગ લોકોની નજરથી અજાણ। દહેરાદૂન પાસે સહસ્ત્રધારા , મસૂરી, ધનૌટી ને હવે ચાલ જીવી જઈએ થી ચોપતા ઉમેરાયું છે પણ દહેરાદૂનથી માત્ર 8 કિલોમીટર દૂર એવી આ જગ્યા મોટાભાગના ટુરિસ્ટથી અજાણ છે. સ્થાનિક  લોકો એને ગુચ્છાપાની તરીકે લેખે છે પણ નેટ પર સર્ચ કરશો તો કદાચ એ નામે નહીં મળે , નેટ પર એનું નામ છે રોબર્સ કેવ , ચોરો કી ગુફા  .આ કોતર લગભગ 600 મીટર લાંબી છે જેમાં એક છેડેથી બીજા છેડે જે ડેડ એન્ડ લાગે પણ છે નહિ , ગુફા આગળ વિસ્તરતી અય છે જ્યાં સામાન્યપણે અવરજવર હોતી નથી. આ કુદરતી કોતર કેટલી જૂની હશે એ કહેવું મુશ્કેલ છે પણ અંફાદાર રહેલી અસાધારણ પથ્થરોના રંગ, રૂપ , રચના માનવ પાર મઅબૂર કરે કે લાખો વર્ષથી આ ગુફા હોવી જોઈએ જ્યાં ટપકતાં જલબિંદુએ અદભૂત કોતરણી કરી નાખી છે. ગ્રીન સ્ટોન , સામાન્યરીતે ઉત્તર ભારત અને ખાસ કરીને પાકિસ્તાનથી ઇજિપ્ત એટલે મધ્ય પૂર્વ વિસ્તારોમાં મળી આવે છે એ જેડના પથ્થરોની મહાકાય શિલાઓ છે.  રોબર્સ કેવની સુંદરતા  વિષે લખવા કરતાં એના પિક્ચર્સ વધુ સારી રીતે બયાન

મુંબઈનો શિરમોર તાજ એટલે !

છબી
બે દિવસ પૂર્વે કોઈ મિત્રે વોટ્સએપ પર થોડાં પિક્ચર્સ મોકલ્યા. આમ તો વોટ્સએપ પર આવતા મોટાભાગના મેસેજ આવ્યા તો જાઓ વખારેના ન્યાયે ડીલીટ કરવા માટે જ સર્જાય છે પણ ક્યારેક એવી કોઈ ચીજ હાથ લાગી જાય જાણે કોઈ મહામૂલું અનેરું ઘરેણું , કલેક્ટર્સ આઈટમ  .  બે દિવસ પહેલા મળેલા વિક્ટોરિયા ટર્મિનસના ફોટોગ્રાફસે ફરી જીદ કરીને બ્લોગ કરવા મજબૂર કરી દીધી  . આમ તો કોઈ પૂછે કે જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી પસંદ કરવાનું આવે તો કોની પસંદગી થાય ? સામાન્યરીતે જન્મભૂમિ ,પણ મને એ પ્રશ્ન થાય તો કર્મભૂમિ મુંબઈ જીતી જાય.  હા, શક્ય છે કે કદાચ કાલે કર્મભૂમિ કે વસવાટ  કોઈ અન્ય ભૂમિ હશે તો પણ મુંબઈ તો અવ્વલ સ્થાને જ રહેશે. આવું કૈંક છે મુંબઈમાં , જેના પ્રેમમાં એકવાર પડી જવાય તો કેદમાંથી નીકળવું મુશ્કેલ છે..એનું કારણ છે મુંબઇનો અસબાબ  .એમાં પછી ફોર્ટનાં ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ હોય કે પછી મરીનડ્રાઈવના ટ્રાઇપોડસ  . ભગવાન ભૂલ પડે તેવું ભુલેશ્વર હોય કે પછી વિદેશોની બરોબરી કરે તેવું પેલેડિયમ , મુંબઈ એટલે મુંબઈ. હા, તો વાત મૂળ હતી વી ટીની હવે સી એસ ટી , છત્રપતિ શિવાજી ટર્મિનસ, એક સમયનું બોરીબંદર. વિક્ટોરિયા ટર્મિન